SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮] | [ પરમાગમસાર પ્રશ્ન:- સંસ્કારથી લાભ થાય? ઉત્તર- ભેદજ્ઞાનના સંસ્કાર દઢ થતાં થતા ફડાક દઈને સ્વાનુભવ થઈ જાય છે. ૧૫૯. પ્રશ્ન:- એકદમ આત્મામાં કેમ જવાય? ઉત્તર:- રાગથી જુદો પડતા એકદમ આત્મામાં જવાય છે. આ હું નહીં, આ હું નહીં, રાગ તે હું નહીં ને આ જ્ઞાનમૂર્તિ તે જ હું એમ અંદર ચાલતાં ચાલતાં આત્મામાં આવી જવાય છે. પણ એ વાતો બહુ આકરી છે. અલૌકિક છે. છતાં અંદર પ્રયત્નથી થઈ શકે તેવી છે. ૧૬૦. દરેક દ્રવ્યની પયાર્ય તેના અકાળે પકારકથી સ્વતંત્ર જ પરિણમે છે. આ સૂક્ષ્મ વાત છે. જૈનદર્શન વસ્તુસ્થિતિનું વર્ણન કરે છે. ૧૬૧. પ્રશ્ન:- આત્મા જાણવાની કોશિશ કરીએ છીએ છતાં આત્મા જાણવામાં કેમ નથી આવતો? ઉત્તર:- સાચી કોશિશ કરી નથી. કોશિશ ઊંધી કરે છે. પુણ્યમાં એકતા કરે છે. રાગમાં એકતા કરી લાભ માને છે. વ્રતાદિમાં લાભ માની અભિમાન કરે છે. એ બધી વિપરીત બુદ્ધિ છોડીને જ્ઞાયકમૂર્તિ આત્માની સન્મુખ દેખે ત્યારે આત્મા જાણવામાં આવે છે. ૧૬ર. યોગીન્દ્રદેવે તો ચોકખું કહ્યું છે કે હિંસા, જૂઠું, ચોરી આદિ તો પાપ ભાવ છે. પણ દયા-દાન-પૂજા-ભક્તિ આદિનો શુભરાગ પણ પરમાર્થ પાપ છે, કેમ કે સ્વરૂપમાંથી પતિત કરે છે ને ! અહાહા ! પાપને તો પાપ સહુ કહે છે પણ અનુભવી જીવ તો પુણ્યને પાપ કહે છે. બહુ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008276
Book TitleParmagam sara
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy