________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૬ ]
| [ પરમાગમસાર અહિતકર માર્ગનો નિર્ણય નથી. તે તો અન્ય મતની જેમ જાણવું. ૯૯૩.
દિગંબર જૈન મતનો અનુયાયી હોવા છતાં જેને યથાર્થ વસ્તુસ્વરૂપની ખબર નથી. એકલા વ્યવહારમાં–રાગમાં ધર્મ માને છે તથા કુળ પરંપરા માત્રથી જ પોતાને ધર્મી માને છે પણ સત્યનો નિર્ણય કરતા નથી તો તે પણ મિથ્યાદષ્ટિ જ છે. ૯૯૪.
જે જીવ આજીવિકા માટે વ્રતાદિ ધારણ કરે, વિવાહાદિ સંબંધની આશાથી, માનાદિ અર્થે, ભોજનાદિની સગવડતા અર્થે ઇત્યાદિ વિષયકષાય સંબંધી પ્રયોજન વિચારી કપટથી જૈની થાય છે તે તો પાપી જ છે. સંસારના નાશ અર્થે જૈનધર્મ છે. તેને સંસાર પોષણનું સાધન બનાવે તે મોટો અન્યાય છે. ૯૯૫.
કોઈ જીવ સમકિતી થવા માટે શાસ્ત્રો દ્વારા જીવાદિ તત્ત્વોને શીખે પણ તેનું નિશ્ચય સ્વરૂપ ઓળખે નહિ ભાવભાસન ન થાય તો અન્ય તત્વને અન્ય તત્ત્વરૂપ માની બેસે કોઈ વાત સત્યરૂપ પણ માને તોપણ નિર્ણય રહિત હોવાથી તેને સમ્યકત્વ થતું નથી. ૯૯૬.
બાહ્યક્રિયા સાથે નિર્જરાને સંબંધ નથી. મહિના મહિનાના ઉપવાસ કરે પણ ત્યાં પરિણામ પ્રમાણે લાભ-નુકશાન થાય છે. કષાયની મંદતા કરી હોય તો પુણ્ય બંધાય, અભિમાન કર્યું હોય તો પાપ થાય અને પુણ્યપાપ રહિત શુદ્ધ પરિણામ કર્યા હોય તો નિર્જરા થાય. ૯૯૭.
વર્તમાન ઉદયમાં જીવ એટલો બધો રચ્યોપચ્યો રહે છે કે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com