________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૨૭૫ રુચિ છૂટી તે રાગનું હેયપણું છે. સ્વભાવ ઉપાદેય ને રાગ હેય એવો વિકલ્પ ઉઠાવવો તે કાર્યકારી નથી. અજ્ઞાનીને વિકલ્પનો નાશ કરવાનો ઉધમ નથી. વિકારની વિમુખતા ને સ્વભાવસમ્મુખતા અજ્ઞાની કરતો નથી. રાગાદિ પરિણામ હોય છે. એવું શ્રદ્ધાન અજ્ઞાનીને સંભવતું નથી. આત્મા ઉપાદેય છે. સંવર-નિર્જરા કથંચિત્ ઉપાદેય છે ને પુણ્ય-પાપ, આસ્રવ, બંધ હેય છે એવા ભાન વિના સમ્યગ્દર્શન હોઈ શકે નહિ. જીવ-અજીવ આદિ સાતે તત્ત્વોના શ્રદ્ધાનનું પ્રયોજન એ છે. ૯૯૦.
સ્વ-પરનું જાણવું તે ઉપાધિ નથી, અને વિકારનું કારણ પણ નથી. અજ્ઞાની કહે છે કે અમને પરદ્રવ્ય જાણતાં રાગાદિ થાય છે માટે કોઈ પદ્રવ્યનું લક્ષ કરવું નથી. તો તે સ્વ-પર પ્રકાશક જ્ઞાનની સ્વચ્છતાને જાણતો નથી. જ્ઞાની તો જેને જાણે તેને સમ્યકજ્ઞાનની સ્વચ્છતા જાણે છે. તેમાં રાગનો અભિપ્રાય નથી. તેથી તેનું જેટલું જ્ઞાતાભાવથી જાણવું છે, તેટલી વીતરાગતા જ છે. ૯૯૧.
જિનાગમમાં વ્યવહારની મુખ્યતાથી ઉપદેશ છે પણ વ્યવહારની મુખ્યતાથી ધર્મનો લાભ છે એવું ક્યાંય કહ્યું નથી, છતાં અજ્ઞાની જીવ પરાશ્રય ભાવોને ભલા માની બાહ્ય સાધનાદિકનું જ શ્રદ્ધાનાદિ કરે છે, તેને ધર્મનાં સર્વ અંગ અન્યથા રૂપ થઈ મિથ્યાભાવને પ્રાપ્ત થાય છે. ૯૯૨.
ધર્મ અને તેનું સ્વરૂપ તથા તેનું ફળાદિ શું છે તેનો બરાબર નિર્ણય કરીને ધર્મ અંગીકાર કરવો. પણ સમજ્યા વિના કુળાચાર જાણી વર્તે તો તે ધર્મ નથી. અનુભવી જ્ઞાનીના સમાગમમાં રહી પાત્રતાપૂર્વક યથાર્થ માર્ગ ઓળખીને જૂઠા માર્ગનું અન્યથાપણું જાણીને અસલી જૈનધર્મને જ માનવો. જો નિર્ણય વિના શાસ્ત્રમાં લખ્યું તે સાચું એમ માની લે તો હઠથી, પક્ષથી માન્યું છે. તેથી તેને હિતકર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com