SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦) (પરમાગમ – ચિંતામણિ * એક તત્ત્વ તો સારી રીતે જાણે છે. બીજું તત્ત્વ કાંઈ જાણતું નથી. સર્વને જાણનાર એવા આત્મતત્ત્વનું ચરિત્ર દેવો પણ નથી જાણતા; જે અનુભવે છે તે જ તેને બરાબર જાણે છે, પૂછપરછ વડે એની સંતૃપ્તિ ક્યાંથી થાય? (આતમતત્ત્વ સ્વાનુભવગમ્ય છે, વાદવિવાદથી કે પૂછપરછથી તે પ્રાપ્ત થતું નથી.) ૨૭ર. (મુનિવર રામસિંહ, પાહુડ-દોલ, ગાથા-૧૬૫) * રાગ કરકે રંજિત મનમેં રાગાદિ રહિત આત્મદેવ નહીં દિખતા, જૈસે કિ મલિન દર્પણમેં મુખ નહીં ભાસતા. યહું બાત હૈ પ્રભાકર ભટ્ટ ! તૂ સંદેહ રહિત જાન. ૨૭૩. ( શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ-૧, ગાથા-૧૨૦) * જ્ઞાની પુરુષ એવો વિચાર કરે છે કે હું સદેવ એકલો છું, પોતાના જ્ઞાન-દર્શન રસથી ભરપૂર પોતાના જ આધારે છું, ભ્રમજાળનો કૂપ મોહકર્મ મારું સ્વરૂપ નથી ! નથી !! મારું સ્વરૂપ તો શુદ્ધ ચૈતન્ય સિંધું છે. ૨૭૪. (શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, જીવઢાર, પદ-૩૩) * * * * જે સુબુદ્ધિઓને તેમ જ કુબુદ્ધિઓને પ્રથમથી જ શુદ્ધતા છે, તેમનામાં કાંઈ પણ ભેદ હું કયા નયથી જાણું? (તેમનામાં ખરેખર કાંઈ પણ ભેદ અર્થાત્ તફાવત નથી.) ( શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર-ટીકા, શ્લોક-૭૧ ) * આચાર્યદવ કહે છે કેઃ સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે તે બધાંય (અધ્યવસાન ) જિન ભગવાનોએ પૂર્વોકત રીતે ત્યાગવાયોગ્ય કહ્યાં છે તેથી અમે એમ માનીએ છીએ કે “પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે. તો પછી; આ સત્પરુષો એક સમ્યક નિશ્ચયને જ નિષ્કપપણે અંગીકાર કરીને શુદ્ધ જ્ઞાનઘન સ્વરૂપ જિન મહિનામાં (આત્મસ્વરૂપાં) સ્થિરતા કેમ ધરતા નથી? ૨૭૬. ( શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ-૧૭૩) * ચૈતન્યરૂપ એકત્વનું જ્ઞાન દુર્લભ છે, પરંતુ મોક્ષ આપનાર તે જ છે. જો તે કોઈ પણ પ્રકારે પ્રાપ્ત થઈ જાય તો તેનું વારંવાર ચિંતન કરવું જોઈએ. ૨૭૭. (શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, એકત્વભાવનાદશક, શ્લોક-૪) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy