________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮)
(પરમાગમ – ચિંતામણિ * સર્વ તત્ત્વોમાં જે એક સાર છે, જે સમસ્ત નાશ પામવાયોગ્ય ભાવોથી દૂર છે, જેણે દુર્વાર કામને નષ્ટ કર્યો છે, જે પાપરૂપ વૃક્ષને છેદનાર કુહાડો છે, જે શુદ્ધ જ્ઞાનનો અવતાર છે, જે સુખસાગરનું પૂર છે અને કલેશોદધિનો કિનારો છે, તે સમય સાર (શુદ્ધ આત્મા ) જયવંત વર્તે છે. ર૬૧.
(શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર-ટીકા, શ્લોક-૫૪ ) * ખરેખર હું શરીર, વાણી અને મનના સ્વરૂપના આધારભૂત એવું અચેતનદ્રવ્યઃ નથી; હું સ્વરૂપ – આધાર વિના પણ (અર્થાત્ હું તેમના સ્વરૂપનો આધાર હોયા વિના પણ ) તેઓ ખરેખર પોતાના સ્વરૂપને ધારે છે. માટે હું શરીર, વાણી અને મનનો પક્ષપાત છોડી અત્યંત મધ્યસ્થ છું. ર૬ર.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પ્રવચનસાર-ટીકા, ગાથા-૧૬૦) * ચિતૂપના ધ્યાનથી એવો કોઈ પરમ આનંદ થાય (કે) તેનો અંશ પણ ત્રણ જગતના સ્વામીઓને પણ થાય નહિ. ર૬૩.
(શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધ્યાય-૨, ગાથા-૪) * જે અનાદિ છે અર્થાત્ કોઇ કાળે ઉત્પન્ન થયું નથી. જે અનંત છે અર્થાત્ કોઈ કાળે જેનો વિનાશ નથી, જે અચળ છે અર્થાત્ જે કદી ચૈતન્યપણાથી અન્યરૂપ- ચળાચળ થતું નથી જે અસંવેદ્ય છે અર્થાત્ જે પોતે પોતાથી જ જણાય છે અને જે પ્રગટ છે અર્થાત્ છૂપું નથી એવું જે આ ચૈતન્ય અત્યપણે ચકચકાટ પ્રકાશી રહ્યું છે, તે પોતે જ જીવ છે. ર૬૪.
( શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ-૪૧) * જૈસે વિકારી હોનેવાલે મેઘોસે આકાશકા સ્વભાવ વિકારી નહીં હોતા હૈ વૈસે ક્રોધાદિક કર્મોના સંયોગ હોને પર ભી ઉત્કૃષ્ટ તેજવાલા આત્મા ભી ક્રોધી, માની આદિરૂપ નહીં હોતા. ઇસ આત્માને સ્વભાવસે આત્મા ભી ક્રોધી, માની આદિરૂપ નહીં હોતા. ઇસ આત્માને સ્વભાવસે તો નામ ભિન્ન હૈ કયોંકિ ચૈતન્યપ્રભુકા કોઈ નામ નહીં હૈ. જન્મમરણ-રોગાદિ યે સર્વ સ્વભાવ શરીર, હૈં ઐસા જ્ઞાની લોગ માનતે હૈં. ર૬૫.
(એકવાશીતિ, શ્લોક-૩૮, તત્ત્વભાવના, શ્લોક – ૬૯ ની ટીકામાં ઉદ્ભૂત) * લોકો કૃતીર્થમાં ત્યાં સુધી પરિભ્રમણ કરે છે અને ધૂર્તતા ત્યાં સુધી કરે છે કે જ્યાં સુધી ગુના પ્રસાદથી તેઓ દેહમાં જ રહેલા દેવને નથી જાણતા. ર૬૬.
(શ્રી મુનિવર રામસિંહ, પાહુડ-દોહા, ગાથા-૮૦)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com