SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates ચિંતામણિ ) ( ૩૧ * જિનેન્દ્ર ભગવાનને શુભરાગકો કહા હૈ જહાં આત્મા પરમ શુદ્ધાત્મકે સ્વરૂપમેં પ્રસન્ન હોતા હૈ, સંસા૨કે માર્ગસે વિરકત હોનેકા રાગ હોતા હૈ વ જહાં મુક્તિ પ્રાપ્તિકે જ્ઞાનકી અનુમોદનાકા રાગ હોતા હૈ. ૧૬૫. પરમાગમ 1 (શ્રી તારણસ્વામી, ઉપદેશ- શુદ્ધસા૨, શ્લોક -૧૨૦) * યથાર્થપણાની અપેક્ષાએ તો જ્ઞાનીને જ સાચી ભક્તિ છે, અજ્ઞાનીને નહિ. તથા રાગભાવની અપેક્ષાએ ભક્તિને મુક્તિનું કારણ જાણવાથી અજ્ઞાનીના શ્રદ્ધાનમાં અતિ અનુરાગ છે પણ જ્ઞાનીના શ્રદ્ધાનમાં તેને શુભબંધનું કારણ જાણવાથી તેવો અનુરાગ નથી. ૧૬૬. (શ્રી ટોડરમલ્લજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિકાર -૭, પાનું - ૨૨૭ * જિનેન્દ્ર ભગવાન કે કહે હુએ શુદ્ધ રત્નત્રયમઇ નિશ્ચય આત્મિક ધર્મકા રાગ હિ યહુ અપના આત્મા પરમાત્મા તુલ્ય હૈ ઇસે ૫૨માત્મરૂપમેં કરદેના ચાહિયે. ઐસા રાગમઇ લોભ જો કિયા જાતા હૈ વહ લોભ મોક્ષગામી જીવોં કે હોતા હૈ. ૧૬૭. (શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક – ૧૧૯) * પુણ્યકર્મ છે તે સાંસારિક અભ્યુદયને આપે છે. હવે તેનાથી (દશલક્ષણધર્મથી ) વ્યવહા૨ અપેક્ષાએ પુણ્યનો પણ બંધ થાય છે તો તે સ્વયમેવ જ થાય છે પણ તેની વાંછા કરવી એ તો સંસારની જ વાંછા કરવા તુલ્ય છે અને એ તો નિદાન થયું, મોક્ષના જિજ્ઞાસુને તે હોય નહિ. જેમ ખેડુત અનાજ માટે ખેતી કરે છે તેને ઘાસ તો સ્વયમેવ થાય છે, તેની વાંછા તે શા માટે કરે? તેમ મોક્ષના અર્થીને પુણ્યબંધની વાંછા કરવી યોગ્ય નથી. ૧૬૮. (શ્રી સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા, ગાથા-૪૦૮, ભાવાર્થમાંથી ) *સાક્ષાત્ મોક્ષમાં અગ્રેસર ખરેખર વીતરાગપણું છે. તેથી ખરેખર અદ્વૈતાદિગત રાગને પણ, ચંદનવૃક્ષસંગત અગ્નિની માફક, દેવલોકાદિના કલેશની પ્રાપ્તિ વડે અત્યંત અંતર્દનું કારણ સમજીને, સાક્ષાત્ મોક્ષનો અભિલાષી મહાજન સઘળાય પ્રત્યેના રાગને છોડી, અત્યંત વીતરાગ થઇ, જેમાં બળબળતા દુ:ખસુખના કલ્લોલો ઊછળે છે અને જે કર્માગ્નિ વડે તપ્ત, કકળાટવાળા જળસમૂહની અતિશયતાથી ભયંકર છે એવા ભવસાગરને પાર ઉતરી, શુદ્ધસ્વરૂપ ૫૨મામૃત સમુદ્રને અવગાહી, શીઘ્ર નિર્વાણને પામે છે. ૧૬૯. (શ્રી અમૃતચંદ્રાચાર્ય, પંચાસ્તિકાય – ટીકા, ગાથા-૧૭૨ ) Please inform us of any errors on rajesh@Atma Dharma.com
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy