SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાગમ – ચિંતામણિ) (૨૯ * પુણ્ય અને પાપમાં તફાવત નથી એમ જે નથી માનતો, તે મોહચ્છાદિત વર્તતો થકો ઘોર અપાર સંસારમાં પરિભ્રમણ કરે છે. ૧૫૩. (શ્રી કુંદકુંદ આચાર્ય, પ્રવચનસાર, ગાથા-૭૭) * જેટલું શુભ-અશુભ ક્રિયારૂપ આચરણ અથવા બાહ્યરૂપ વકતવ્ય અથવા સૂક્ષ્મ અંતરંગરૂપ ચિંતવન, અભિલાષ, સ્મરણ ઇત્યાદિ છે તે સમસ્ત અશુદ્ધત્વરૂપ પરિણમન છે, શુદ્ધ પરિણમન નથી; તેથી બંધનું કારણ છે; મોક્ષનું કારણ નથી. તેથી જેમ કામળાનો સિંહ કહેવાનો સિંહ છે તેમ આચરણરૂપ (ક્રિયારૂપ) ચારિત્ર કહેવાનું ચારિત્ર છે, પરંતું ચારિત્ર નથી, નિઃસંદેહપણે એમ જાણો. ૧૫૪. (શ્રી રાજમલ્લજી, કળશટીકા, કળશ-૧૦૭) * બુદ્ધિની મંદતાથી આવી આશંકા ન કરવી કે – શુભોપયોગ એકદેશથી પણ નિર્જરાનું કારણ થાય છે. કારણ કે શુભોપયોગ, અશુભને લાવનાર હોવાથી તે નિર્જરાદિકનો હેતુ થઇ શકતો નથી તથા ન તો તે શુભ પણ કહી શકાય છે. ૧૫૫. ( શ્રી રાજમલજી, પંચાધ્યાયી, ભાગ-૨, ગાથા-૭૬૨ ) * જે રીતે ચંદનથી ઉત્પન્ન થયેલી અગ્નિ પણ અવશ્ય દઝાડે છે, તે રીતે ધર્મથી ઉત્પન્ન (પ્રાપ્ત) થયેલા ભોગ પણ અવશ્ય દુઃખો પ્રદાન કરે છે. ૧૫૬, (અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાકૃત, અધિ. -૯, ગાથા-૨૫) * * * * જેને રાગરણની કણિકા પણ હૃદયમાં જીવતી છે તે, ભલે સમસ્ત સિદ્ધાંતસાગરનો પારંગત હોય તોપણ, નિરૂપરાગ - શુદ્ધસ્વરૂપ સ્વસમયને ખરેખર ચેતતો ( અનુભવતો) નથી. માટે, “પીંજણને ચોંટેલ રૂ' નો ન્યાય લાગુ પડતો હોવાથી, જીવે સ્વસમયની પ્રસિદ્ધિ અર્થે અતાદિ વિષયક પણ રાગરણ (-અતાદિ પ્રત્યેની પણ રાગરજ ) ક્રમે દૂર કરવા યોગ્ય છે. ૧૫૭. ( શ્રીઅમૃતચંદ્રાચાર્ય, પંચાસ્તિકાય-ટીકા, ગાથા-૧૬૭) * સઘળુંય સુકૃત (શુભકર્મ) ભોગીઓના ભોગનું મૂળ છે; પરમતન્ના અભ્યાસમાં નિષ્ણાત ચિત્તવાળા મુનિશ્વર ભવથી વિમુક્ત થવા અર્થે તે સઘળાય શુભ કર્મને છોડો અને સારતત્ત્વરૂપ એવા ઉભય સમયસારને ભજો એમાં શો દોષ છે? ૧૫૮. (શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર-ટીકા, શ્લોક-૫૯) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy