SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૪) (પરમાગમ – ચિંતામણિ * આ પ્રાણી અર્થ અને કામ (પુરુષાર્થ) ના સાધનમાં ઉપદેશ વિના પણ નિપુણ હોય છે - સ્વતઃ પ્રવૃત્તિ કરે છે - પરંતુ ધર્મના સાધનમાં શાસ્ત્રો વિનાશાસ્ત્રપદેશના અભાવમાં – પ્રવર્તતો નથી. તેથી શાસ્ત્રમાં આદર કરવો હિતકારી છે. ૨૦૧૦. (શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પામૃત, ચારિત્ર અધિકાર, ગાથા-૭૦) * હું કર્મથી સંયુક્ત હોવા છતાં પણ શ્રી ગુરુદેવના ચરણોના પ્રસાદથી મુક્ત જેવો જ છું, અત્યંત દરિદ્ર હોવા છતાં પણ ધનવાન છું, તથા તપથી દુઃખી હોવા છતાં પણ સુખી છું. મારે જ્ઞાન સિવાય બીજાં કાંઈ પણ કાર્ય નથી. બીજું જે કાંઈ પણ દેખાય છે તે કર્મમળથી દેખાય છે જેમ નટોનો કાષ્ટમય પુરુષ (કઠપુતળી) યંત્રની દોરી ખેંચવાથી નાચે છે તેમ. ૨૦૧૧. ( શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, નિશ્ચય પંચાશત, શ્લોક-૫૯-૬૦) * આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરંપરા ગુરુઓનો ઉપદેશ અને સ્વાનુભવ દ્વારા તત્ત્વનિર્ણય કરવા યોગ્ય છે. જિનવચન છે તે ચારે અનુયોગમય છે એ રહસ્ય જાણવાયોગ્ય છે, ત્યાં જિનવચન તો અપાર છે, તેનો પાર તો શ્રી ગણધરદેવ પણ પામ્યા નહિ માટે એમાં જે મોક્ષમાર્ગની પ્રયોજનભૂત રકમ છે તે તો નિર્ણયપૂર્વક અવશ્ય જાણવા યોગ્ય છે. ૨૦૧૨. (શ્રી ભાગચંદજી, સત્તાસ્વરૂપ, પાનું. - ૭) * ત્રણલોકરૂપી ઘરમાં સર્વત્ર સંચાર કરવાવાળા જે ચિત્તને રોકવું શક્ય નથી તથા જેને રોકવાથી જન્મ-મરણરૂપી ભયને ઉત્પન્ન કરવાવાળા મનુષ્યના સર્વ દોષો નષ્ટ થઈ જાય છે તે મનને હે જીવ! જો તું જીવ- અજીવ આદિ પદાર્થોના યથાર્થ સ્વરૂપને પ્રગટ કરવાવાળા જિનાગમમાં સ્થિર કરીને તત્ત્વ-ચિંતનમાં લગાવ તો તું સ્વાધીન સુખને આપવાવાળા નિજ-પદને પામીશ. ૨૦૧૩. (શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૪૦૮) * જિનશાસ્ત્ર દ્વારા પ્રત્યક્ષાદિ પ્રમાણોથી પદાર્થોને જાણનારને નિયમથી મોહોપચય (મોહનો સંચય) ક્ષય પામે છે, તેથી શાસ્ત્ર સમ્યક પ્રકારે અભ્યાસવાયોગ્ય છે. ૨૦૧૪. (શ્રી કુંદકુંદાચાર્ય, પ્રવચનસાર, ગાથા-૮૬) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy