________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૮)
(પરમાગમ – ચિંતામણિ * ભાષાસમિતિ વહ કહી ગઈ હૈ કિ જો કુછ જિનેન્દ્રને કેવલજ્ઞાનસે જાનકર કહા હૈ ઉસ ભાષાકો પ્રમાણ કરે લેના-માન લેના તથા જ્ઞાન – સ્વભાવના મનન કરતે હુએ શુદ્ધ ભાષા કહના. ૧૮૮૭.
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક-૬૨૦)
* * *
* જીવદ્રવ્ય છે તે પોતાના ચેતના સ્વરૂપમાં, પોતાના જ ક્ષેત્રમાં, પોતાના જ દ્રવ્યમાં તથા પોતાના પરિણમનરૂપ સમયમાં રહીને જ પોતાના પર્યાય સ્વરૂપકાર્યને સાધે છે. ૧૮૮૮.
(સ્વામીકાર્તિક, બાર અનુપ્રેક્ષા, ગાથા-૨૩૨ ) * ઘણું શું કહીએ ! એટલું જ સમજી લેવું કે નિશ્ચયધર્મ તો વીતરાગભાવ છે તથા અન્ય નાના પ્રકારના ભેદો બાહ્યસાધન અપેક્ષાએ ઉપચારથી કહ્યા છે, તેને બ્રહાર માત્ર ધર્મસંજ્ઞા જાણવી. આ રહસ્યને જાણતો નથી તેથી તેને (-જૈનાભાસીને) નિર્જરાનું પણ સાચું શ્રદ્ધાન નથી. ૧૮૮૯.
( શ્રી ટોડરમલ્લજી, મોક્ષમાર્ગપ્રકાશક, અધિ. -૭, પાનું - ૨૩૬)
* * *
* જે પુરુષ પરની નિંદા કરીને પોતાને ગુણવાનપણામાં સ્થાપવા ઇચ્છે છે તે પુરુષ કડવી દવા અન્ય પીવે અને પોતે નિરોગ થવા ઇચ્છે છે.
સપુરુષ અન્યનો દોષ જોઇને પોતે લજ્જા પામે છે. જેમ પોતાના દોષની રક્ષા કરે – ગોપવે, તેમ અન્યનો દોષ જોઇને, લોકમાં સંયમની નિંદા થવાના ભયથી બીજાનો દોષ પ્રગટ ન કરે.
જેમ તેલનું ટીપું પાણીમાં વિસ્તારને પામે છે તેમ બીજાને અત્યંત અલ્પ ગુણ પણ સપુરુષને પ્રાપ્ત થઇને ઘણા વિસ્તારને પામે છે એવા સત્પરુષ પરના દોષ કેવી રીતે કહે - કેવી રીતે પ્રગટ કરે? પુરુષ બીજાના દોષ પ્રગટ કરતા જ નથી. ૧૮૯૦.
(શ્રી શિવકોટી આચાર્ય, ભગવતી આરાધના, ગાથા-૩૭૬-૭૭-૭૮) * આહાર છે તે કાયાની રક્ષા અર્થે છે; કાયા જ્ઞાનના સંપાદન માટે છે; જ્ઞાન કર્મના નાશને માટે છે; અને કર્મના નાશથી પરમદપની પ્રાપ્તિ થાય છે. ૧૯૯૧.
(મુનિવર રામસિંહ, પાહુડદોહા, ગાથા-૨૧૮)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com