SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાગમ – ચિંતામણિ ). (૩૫૧ * પોતાને પીડા થશે તેમ સમજીને નાનું બાળક પણ ઊંચી શૈયા ઉપરથી નીચે પડવાથી ડરે છે. પરંતુ આ ખરેખર મોટું આશ્ચર્ય છે કે બુદ્ધિમાન પુરુષો ત્રણલોકના શિખર સમાન અતિશય મહાન અને ઊંચા તપથી પણ પોતે નીચે પડવાથી ડરતાં નથી ! (શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, ગાથા-૧૬૬ ) * (દાવાનલની જ્વાલાથી) બળી રહેલા મૃગોથી છવાયેલા વનની મધ્યમાં ઉપર બેઠેલા મનુષ્યની જેમ (સંસારી) મૂઢ પ્રાણી બીજાઓની (વિપત્તિની) જેમ પોતાની વિપત્તિને જોતા નથી. ૧૮૫૦. (શ્રી પૂજ્યપાદસ્વામી, ઈરોપદેશ, ગાથા-૧૪) * * * * મારું સ્વશરીર પણ જેના (મારા આત્માના) અપકાર-ઉપકારમાં સમર્થ નથી તો અપકાર-ઉપકાર બીજાઓ કરે છે એમ માનવું મારા માટે વ્યર્થ છે. ૧૮૫૧. (શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાભૃત, સંવર અધિકાર, ગાથા-૧૫) * જે જીવ ધર્મમાં સ્થિર છે તેની સર્વ લોકમાં કિર્તિ (–પ્રસંશા) થાય છે, સર્વ લોક તેનો વિશ્વાસ કરે છે, વળી તે પુરુષ સર્વને પ્રિયવચન કહે છે જેથી કોઇ દુઃખી થતો નથી, તે પુરુષ પોતાના અને પરના દિલને શુદ્ધ-ઉજ્જવળ કરે છે, કોઇને તેના માટે કલુષતા રહેતી નથી તેમ તેને પણ કોઇના માટે કલુષતા રહેતી નથી, ટૂંકામાં ધર્મ સર્વ પ્રકારથી સુખદાયક છે. ૧૮પર. (સ્વામીકાર્તિક, બાર અનુપ્રેક્ષા, ગાથા-૪૨૯) * * * * દેવના ઇન્દ્ર, અસુરના ઇન્દ્ર અને ખગેન્દ્ર જે જે છે તે તે બધાનો જેમ હરણને સિંહ મારી નાખે છે તેમ મૃત્યુ નાશ કરે છે. ચિંતામણિ વગેરે મણિરત્નો, મોટા મોટા રક્ષામંત્ર, તંત્ર ઘણાં હોવા છતાં મરણથી તે કોઈ બચાવી શકતું નથી. ૧૮૫૩. (પં. દોલતરામજી, છઢાળા, ઢાળ – ૬, શ્લોક-૪) * નિજાત્માને ધ્યાવતાં જે અનંત સુખ મુનિરાજ અનુભવે છે તે સુખ કરોડો દેવીઓ સાથે રમનારો ઇન્દ્ર પણ પામતો નથી. ૧૮૫૪. (શ્રી યોગીન્દુદેવ, પરમાત્મપ્રકાશ, અધિકાર-૧, ગાથા-૧૧૮) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy