SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૨) (પરમાગમ – ચિંતામણિ * આ લોક વિષે જે સુખી છે, તે પરલોકમાં પણ સુખને જ પ્રાપ્ત થાય છે. તથા આ લોક વિષે જે દુઃખી છે તે પરલોકમાં પણ દુઃખને જ પ્રાપ્ત થાય છે. સર્વ પરવસ્તુના ગ્રહણનો ત્યાગ એજ વાસ્તવિક સુખનું કારણ છે અને પરવસ્તુનું કિંચિત્ માત્ર પણ ગ્રહણ તે જ દુઃખ છે. ૧૬૯૦. (શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૧૮૭) * પ્રતિમાઓકે ભેદોસે પહલી દર્શનપ્રતિમા છે. જો શુદ્ધ આત્મા પર દઢ વિશ્વાસ રખનેવાલી હૈ, જિસકા પદ્મ વિશ્વાસ મોક્ષમાર્ગ પર હૈ ઉસીકો દર્શનપ્રતિકા કહતે હૈ. ૧૬૯૧. (શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક-૩૮૫) * જે મૂઢ પુરુષ ઇન્દ્રિયોના વિષય – સેવનમાં સુખને શોધે છે તે ઠંડકને માટે અગ્નિમાં પ્રવેશ કરવા બરાબર છે તથા લાંબુ જીવવા માટે વિષ-પાન કરવા બરાબર છે. તેને આ વિપરીત બુદ્ધિને લઇને સુખને બદલે દુ:ખ જ થશે. ૧૬૯૨. (શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, અનિત્યભાવના, ગાથા-ર૬ ) * * * * ટંકોત્કીર્ણ એવું જે નિજ રસથી ભરપૂર જ્ઞાન તેના સર્વસ્વને ભોગવનાર સમ્યગ્દષ્ટિને જે નિ:શક્તિ આદિ ચિન્હો છે તે સમસ્ત કર્મને હણે છે; માટે કર્મનો ઉદય વર્તતા છતાં, સમ્યગ્દષ્ટિને ફરીને કર્મનો બંધ જરા પણ થતો નથી, પરંતુ જે કર્મ પૂર્વે બંધાયું હતું તેના ઉદયને ભોગવતાં તેને નિયમથી તે કર્મની નિર્જરા જ થાય છે. ૧૬૯૩. ( શ્રી અતુલચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ – ૧૬૧ ) * સંસાર - મોક્ષની કરવાવાળી પરિણિતિ છે. નિજપરિણતિ મોક્ષ છે, પરપરિણતિ સંસાર છે. પણ તે સત્સંગથી અનુભવી જીવના નિમિત્તથી નિજપરિણતિ સ્વરૂપના થાય, વિષમમોહ મટે, પરમાનંદને ભેટે, સ્વરૂપ પામવાનો રાહુ સંતોએ સહેલો (સરળ) કર્યો છે. ૧૬૯૪. (શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું- ૩૨ ) જો દેહાદિક પ્રત્યે પરમાણુ જેટલી પણ મૂછ વર્તતી હોય, તો તે ભલે સર્વ આગમધર હોય તો પણ સિદ્ધિ પામતો નથી. ૧૬૯૫. (શ્રી કુંદકુંદાચાર્ય, પ્રવચનસાર, ગાથા-૨૩૯) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy