SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાગમ – ચિંતામણિ) (૩૧૯ * (હે જિનનાથ !) સજ્ઞાનરૂપી નાવમાં આરોહણ કરી ભવસાગરને ઓળંગી જઇને, તું ઝડપથી શાશ્વતપુરીએ પહોંચ્યો. હવે હું નિજનાથના તે માર્ગે (-જે માર્ગે જિનનાથ ગયા તે જ માર્ગે) તે જ શાશ્વતપુરીમાં જાઉં છું; (કારણ કેઆ લોકમાં ઉત્તમ પુરુષોને (તે માર્ગ સિવાય) બીજું શું શરણ છે? ૧૬૭૫. ( શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર-ટીકા, શ્લોક-૨૭૪) * * * * અસ્થિર, મલિન અને નિર્ગુણ એવી કાયા વડ સ્થિર, નિર્મળ, અને સારભૂત ગુણવાળી ક્રિયા વૃદ્ધિગત થતી હોય તો તે ક્રિયા કેમ ન કરીએ? ( અર્થાત્ આ શરીર વિનાશી, મલિન અને ગુણ વગરનું છે, તેની મમતા છોડીને, તેમાં રહેલા અવિનાશી, પવિત્ર અને સારભૂત ગુણસહિત એવા આત્માની ભાવના જરૂર કર્તવ્ય છે.) ૧૬૬૭. (મુનિવર રામસિંહ, પાહુડદોહ, ગાથા-૧૯) * શુદ્ધ આત્મસ્વરૂપકા અનુભવ હી અંકુર હૈ. ઉસીસે હી અશુદ્ધ યા મિથ્યાત્વરૂપી અંકુર ઉખડ જાતા હે. શુદ્ધ જ્ઞાન સ્વભાવમેં રમના યહી જ્ઞાનાંકુર જ્ઞાનકી ઉન્નતિમેં સહકારી હૈ. ૧૬૭૭. (શ્રી તારણસ્વામી, ઉપદેશ શુદ્ધસાર, શ્લોક-૧૯ ) * * * * જીવ વિશુદ્ધ સમ્યકત્વકો કલ્યાણકી પરંપરા સહિત પાતે હૈં. તાતેં સમ્યગ્દર્શન રત્ન હૈ સો ઈસ સુર-અસુરનિકરિ ભર્યા લોક વિષે પૂજ્ય હૈ. ૧૬૭૮. (શ્રી કુંદકુંદાચાર્ય, દર્શનપાહુડ, ગાથા-૩૩) * * * * જેમ જ કે જળ વિના કમળપત્ર ક્યાંય પ્રાપ્ત થતું નથી તો પણ તે કમળપત્ર જળથી લિસ નથી, એજ પ્રમાણે નવતત્ત્વો વિના જીવની પ્રાપ્તિ થતી નથી તો પણ શુદ્ધજીવ નવતત્ત્વોમાં લિપ્ત નથી. પરંતુ શુદ્ધ - દૃષ્ટિથી જોતાં તે કમળપત્રની માફક ભિન્ન છે. સારાંશ આ છે કે – જેમ કમળપત્ર જળથી ભિન્ન છે તેમ જ પસંયોગવિયોગપૂર્વક થવાવાળા વ્યવહારનયના વિષયભૂત જીવાદિ નવપદાર્થોથી શુદ્ધદષ્ટિની અપેક્ષાએ જીવ-તત્ત્વ ભિન્ન છે. ૧૬૭૯. (શ્રી રાજમલ્લજી, પંચાધ્યાયી, ભાગ-૨, ગાથા-૧૬૫ નો ભાવાર્થ ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy