SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૪) (પરમાગમ – ચિંતામણિ * જિન ભગવાન સમ્યગ્દર્શનને મોક્ષરૂપી વૃક્ષનું બીજ તથા મિથ્યા દર્શનને સંસારરૂપી વૃક્ષનું બીજ બતાવે છે. તેથી તે સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં મોક્ષાભિલાષી વિદ્વાનોએ તેના સંરક્ષણ આદિના વિષયમાં મહાન પ્રયત્ન કરવો જોઈએ કારણ કે પાપકર્મથી આછન્ન થઇને ઘણી (-ચોરાસી લાખ) યોનીઓના સમૂઠ્ઠી જટિલ આ સંસારમાં પરિભ્રમણ કરનાર પ્રાણી દીર્ઘ કાળ વીતવા છતાં પણ હિતકારક તે સમ્યગ્દર્શન કયાં પ્રાપ્ત કરી શકે છે? અર્થાત્ પ્રાપ્ત કરી શકતો નથી. ૧૫૯૭. (શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, દેશવ્રતોદ્યોતન, શ્લોક-૩) * * * * ઉત્તપત્તિ, સ્થિતિ અને લયની પરિપાટીને સમજનાર ગુણીજનનો શોક તો સ્વયં નષ્ટ થઈ જાય છે. મધ્યમ બુદ્ધિમાનનો શોક આંખમાંથી બે-ચાર આંસુ સારવાથી શાંત થાય છે; પરંતુ જઘન્ય મતિમાનનો શોક તો મરણ સાથે જ જાય છે. ૧૫૯૮. (શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ ગાથા-૭૩૨ ) * જે પોતે જ જ્ઞાન હોવાને લીધે વિશ્વને (-સર્વ પદાર્થોને) સામાન્ય વિશેષપણે જાણવાના સ્વભાવવાળું છે એવું જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્ય અનાદિકાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ વડે લેપાયું- વ્યાપ્ત થયું –હોવાથી જ, બંધ –અવસ્થામાં સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને અર્થાત્ સર્વ પ્રકારે સર્વ શયોને જાણનારા એવા પોતાને નહિ જાણતું થયું, આ પ્રમાણે પ્રત્યક્ષ અજ્ઞાનભાવે (અજ્ઞાનદશામાં) વર્તે છે; તેથી એ નકી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. માટે પોતે બંધસ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે. ૧૫૯૯. (શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, ગાથા-૧૬૦) * * * * આ જગત ઇન્દ્રજાળ તથા કેળના સ્તંભ સમાન કેવળ નિઃસાર છે, એ શું તું નથી જાણતો? નથી સાંભળ્યું? વા પ્રત્યક્ષ નથી દેખાતું? હે જીવ! આપ્તજનોના મરણ પાછળ શોક કરવો એ નિર્જન અરણમાં પોક મૂકવા સમાન વ્યર્થ છે. જે ઉત્પન્ન થયો છે તે મરશે જ. મરણના સમયે તેને કોણ બચાવી શકે તેમ છે? છતાં મૂર્ખ મનુષ્ય સંબંધીજનોના મરણ પાછળ શોક કરે છે એ જ અનાદિ કાલીન મોહની ઘેલછા છે. ૧૬OO. (શ્રી ગુણભદ્રાચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૧૮૪) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy