SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates ૨૯૨ ) (પરમાગમ – ચિંતામણિ * જો પ૨ વિથૈ અનુકંપા હૈ સો આપ હી વિર્ષે અનુકંપા હૈ, જાતે પરકા બુરા કરના વિચા૨ે તબ અપને કષાયભાવહૈં અપના બુરા સ્વયમેવ ભયા. પરકા બુરા ન વિચા૨ે તબ અપને કષાયભાવ ન ભયે તબ અપની અનુકંપા હી ભઇ. ૧૫૩૮. ( શ્રી કુંદકુંદાચાર્ય, દર્શનપાહુડ, ગાથા-૨ના ભાવાર્થમાંથી ) *** * જ્ઞાની તો જેમાંથી ભેદ દૂર થાય છે એવું ભાવશ્રુતજ્ઞાન જેનું સ્વરૂપ છે એવા શુદ્ધાત્મજ્ઞાનના સદ્દભાવને લીધે, ૫૨થી અત્યંત વિરક્ત હોવાથી પ્રકૃતિસ્વભાવને (કર્મના ઉદયના સ્વભાવને) સ્વયમેવ છોડે છે તેથી ઉદયમાં આવેલા અમધુર કે મધુર કર્મફળને જ્ઞાતાપણાને લીધે કેવળ જાણે જ છે, પરંતુ જ્ઞાન હોતાં (–જ્ઞાતા હોય ત્યારે– ) પરદ્રવ્યને ‘હું’ – પણે અનુભવવાની અયોગ્યતા હોવાથી (તે કર્મફળને ) વેદતો નથી. માટે, જ્ઞાની પ્રકૃતિસ્વભાવથી વિરકત હોવાથી અવેદક જ છે. ૧૫૩૯. (શ્રી અમૃતચદ્રાચાર્ય, સમયસાર-ટીકા, ગાથા-૩૧૮ ) * સમ્યગ્દર્શનનું જે કિરણ પ્રગટ થાય છે અને મોક્ષના માર્ગમાં ચાલે છે તે ધીરે ધીરે કર્મોનો નાશ કરતું પરમાત્મા બને છે. જેના ચિત્તમાં આવા સમ્યગ્દર્શનના કિરણનો ઉદય થયો છે તેનું જ નામ સાધક છે. જેમ કે જે ઘ૨માં દીપક સળગાવવામાં આવે છે તે જ ઘરમાં અજવાળું થાય છે. ૧૫૪૦. (શ્રી બના૨સીદાસજી, નાટક સમયસાર, સાધ્ય-સાધક દ્વા૨, પદ- ૩૯-૪૦) * પુરુષોંકો પ્રથમ તો સમસ્ત પ્રયોજનોંકા સિદ્ધ કરનેવાલા નિરંતર મૌન હી અવલંબન કરના હિતકારી હૈ ઔર યદી વચન કહના હી પડે તો ઐસા કહના ચાહિયે જો સબકો પ્યારા હો, સત્ય હો ઔર સમસ્ત જનોંકા હિત કરનેવાલા હો. ૧૫૪૧. (શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૯, શ્લોક-૬ ) *** * જેમ તૃણ અને લાકડાથી અગ્નિ તૃપ્ત થતી નથી, ચૌદ ચૌદ હજાર નદીઓથી સહિત ગંગા સિંધુ આદિ મહા નદીઓના જલથી લવણ-સમુદ્ર તૃપ્ત થતો નથી, તેમ આ આત્મા પણ ઇચ્છિત સુખોના કા૨ણ એવા આહાર, સ્ત્રી, વસ્ત્ર વિગેરે પદાર્થોથી તૃપ્ત થતો નથી, ૧૫૪૨. (કુંદકુંદાચાર્ય, મૂલાચાર, બૃહદ્ – પ્રત્યાખ્યાન, ગાથા-૬૭) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy