SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાગમ – ચિંતામણિ) (૨૩૧ * આ લોકમાં નિત્ય ચંદ્ર-સૂર્યના ભ્રમણવત, ગંગા નદીના પ્રવાહના વહનની માફક, વ્યવહાર-કાળની ગતિની માફક, દ્રવ્યના પર્યાયની માફક, લોકની નીચે ધનવાત તનવાત વગેરે પવનોના નિરંતર ગમનોની માફક, (સરોવરમાં) કમળ આદિની નિરંતર ઉત્પત્તિ થયા કરે છે તેમ, આશ્ચર્ય કારક, શુદ્ધ આત્માનું નિરંતર સ્મરણ, મને મોક્ષરૂપ પરમ કલ્યાણની પ્રાપ્તિ માટે (કલ્યાણપ્રદ ) થાઓ. ૧૨૨૦. (શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધિ. ૬, ગાથા-૫) * કામદદના બડા ભારી રોગ હૈ, સદા હી ઇસકા ઇલાજ કઠિન હૈ, સંસારકો બઢાનેમેં અતિશયરૂપ હૈ ઔર સાંસારિક દુઃખોકો ઉત્પન્ન કરતા હી રહતા હૈ ઐસા બુદ્ધિમાનોને કહા હૈ. ૧૨૨૧. (શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૯૩) * * * * અહીં ઉપદેશ કરીએ છીએ કે હે ભવ્ય ! હે ભાઈ ! અહીં સંસારના જે દુ:ખો બતાવ્યાં તેનો અનુભવ તને થાય છે કે નહિ? તું જે ઉપાયો કરી રહ્યો છે તેનું જૂઠાપણું દર્શાવ્યું છે તેમ જ છે કે નહિ ? તથા સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થતાં જ સુખ થાય એ વાત બરાબર છે કે નહિ? એ બધું વિચાર! જો ઉપર કહ્યા પ્રમાણે જ તને પ્રતીતિ આવતી હોય તો સંસારથી છૂટી સિદ્ધ અવસ્થા પામવાના અમે જે ઉપાય કહીએ છીએ તે કર! વિલંબ ન કર ! એ ઉપાય કરતા તારું કલ્યાણ જ થશે ! ૧૨૨૨. ( શ્રી ટોડરમલ્લજી, મોક્ષમાર્ગપ્રકાશક, અધિ-૩, પાનું-૭૯) * જેમને ક્રોધાદિ વિકારભાવ વિદ્યમાન છે. તે શું દેવ હોઇ શકે? અર્થાત્ તે કદાપિ દેવ હોઇ શકે નહિ. જ્યાં પ્રાણીઓની બાબતમાં દયા મુખ્ય નથી તેને શુ ધર્મ કહી શકાય? કહી શકાય નહિ. જો સમ્યજ્ઞાન નથી તે શું તપ અને ગુરુ હોઇ શકે છે? હોઇ શકે નહિ. જે સંપત્તિમાંથી પાત્રોને દાન આપવામાં આવતું નથી તે સંપત્તિ શું સફળ કોઇ શકે? અર્થાત્ ન હોઈ શકે. ૧૨૨૩. (શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, દાન અધિકાર, શ્લોક-૧૮) * હે જીવ! જો સભી જીવોંકે એક સ્વભાવવાલે નહીં જાનતાં, ઉસ અજ્ઞાનીકે સમભાવ નહિ રહતા, જો સમભાવ સંસાર-સાગરકે તૈરનેકો નાયકે સમાન હૈ. ૧૨૨૪. (શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ-૨. ગાથા-૧૦૫) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy