SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૧૮) (પરમાગમ – ચિંતામણિ * ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થોમાં કેવળ મોક્ષ પુરૂષાર્થ જ સમીચીન (બાધા રહિત) સુખ યુક્ત હોઇને સદા સ્થિર રહે છે. બાકીના ત્રણ પુરુષાર્થ તેનાથી વિપરીત (અસ્થિર) સ્વભાવવાળા છે. તેથી તે મુમુક્ષુજનોએ છોડવા યોગ્ય છે. તેથી જે ધર્મ પુરુષાર્થ ઉપયુક્ત મોક્ષ પુરુષાર્થનો સાધક થાય છે તે જ આપણને ઈષ્ટ છે, પરંતુ જે ધર્મ કેવળ ભોગાદિનું જ કારણ થાય છે તેને વિદ્વાનો પાપ જ સમજે છે. ૧૧૫૪. (શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, દેશવ્રત ઉદ્યોતન, શ્લોક-૨૫ * * * * દર્શનવિશુદ્ધિ વગેરે ૧૬ પ્રકારના ભાવો, બારપ્રકારની અધુવ વગેરે વૈરાગ્ય અનપેક્ષાઓ અને પાર વગરના પરિષહોનો વિજય ત્યારે સંભવે છે જ્યારે પોતામાં નિજાત્મતત્ત્વનો સાક્ષાત્કાર થયો હોય - તેના વગર એ બધું અસંભવ જાણો. ૧૧૫૫. (શ્રી નેમીશ્વર-વચનામૃત-શતક, શ્લોક-૪૩) * જેવી રીતે સરોવરનું જળ સ્થિર થવાથી અંદર પડેલું રત્ન નિશ્ચયથી દેખાય છે, તેવી રીતે મનરૂપી જળ સ્થિર થવાથી નિર્મલભાવમાં પોતાનો આત્મા દેખાય છે (અનુભવમાં આવે છે.) ઇન્દ્રિયોના વિષયોથી રહિત નિર્મળ વીતરાગ સ્વભાવવાળું એવું પોતાનું આત્મતત્ત્વ દેખવામાં (અનુભવવામાં) આવે છે ત્યારે ક્ષણાર્ધમાં (અડધી ક્ષણમાં) યોગીને દેવત્વ-સર્વજ્ઞત્વ પ્રગટ થાય છે. ૧૧૫૬. (શ્રી દેવસેનાચાર્ય, તત્ત્વસાર, ગાથા-૪૧-૪૨) * નિશ્ચયથી મારો આત્મા જ જ્ઞાન છે, મારો આત્મા જ દર્શન અને ચારિત્ર છે, મારો આત્મા જ પ્રત્યાખ્યાન છે, મારો આત્મા જ સંવર અને યોગ (-સમાધિ, ધ્યાન) છે. ૧૧૫૭. (શ્રી કુંદકુંદાચાર્ય સમયસાર ગાથા-૨૭૭) * * * * ધીરજ જેનો પિતા છે, ક્ષમા જેની માતા છે, પરમાર્થ જેનો મિત્ર છે, તત્ત્વચિ જેની માસી છે, જ્ઞાન સુપુત્ર છે, કરુણા પુત્રી છે, મતિ પુત્રવધૂ છે, સમતા જેની સખી છે, ઉધમ દાસ છે, વિવેક બંધુ છે, બુદ્ધિ પત્નિ છે, પુણ્યોદય જેની દાસી છેઆવું ભાવકુટુંબ જેની પાસે છે તેવા સદગુણવંતને સાચા ગૃહવાસી કહીએ છીએ. ૧૧૫૮. (શ્રી બનારસીદાસજી, બનારસી વિલાસ, સવૈયા-૨૩) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy