SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૪) (પરમાગમ – ચિંતામણિ * તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થતાં ધૂળથી મલિન (સ્નાન કર્યા વગરના), વસ્ત્ર રહિત, પદ્માસનમાં સ્થિત, શાંત, વચન રહિત અને આંખો બંધ હોય એવી અવસ્થાને પામેલા મને જો જંગલનાં પ્રદેશમાં ભ્રમ પ્રાપ્ત થયેલ મૃગોનો સમૂહ આશ્ચર્યચકિત થઇને પથ્થરમાં કોતરેલી મૂર્તિ સમજવા લાગે તો મારા જેવો મનુષ્ય પુણ્યશાળી કોણ હશે! ૧૦૭૬ (શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, યતિભાવનાષ્ટક, શ્લોક-૩) * (ગૃહસ્થો).. પૂજા –પ્રતિષ્ઠા યત્નપૂર્વક કરે છે. તે કાર્યમાં ગૃહસ્થને હિંસા થાય તો તે કેમ ટળે? સમાધાન આ છે કે – સિદ્ધાંતમાં આમ પણ કહ્યું છે કે અલ્પ અપરાધ લાગતાં પણ જો ઘણું પુણ્ય થતું હોય તો એવું કાર્ય ગૃહસ્થને કરવું યોગ્ય છે. ગૃહસ્થ તો જેમાં નફો જાણે તે કાર્ય કરે, જેમ થોડું દ્રવ્ય આપતા પણ જો ઘણું દ્રવ્ય આવતું હોય તો તે કાર્ય કરે છે. ૧૦૭૭. (સ્વામી કાર્તિક, બાર ભાવના, ગાથા-૪૦૫ ભાવાર્થીમાંથી) * જે સમયે સમ્યજ્ઞાનરૂપી દીપકથી ભોગોની નિર્ગુણતા જણાય છે, અર્થાત્ ભોગ જરા પણ ગુણકારી નથી, આ વાત અચળરૂપે હૃદય પર અંકિત થઇ જાય છે તે સમયે ભોગ અને સંસારથી વૈરાગ્ય થાય છે. ૧૦૭૮. (શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાકૃત, અધિ-૯, ગાથા-૨૭) * * * * (આચાર્યદવ ખેદપૂર્વક કહે છે કેઃ) અરેરે! જેઓ આ વસ્તુ સ્વભાવના નિયમને જાણતા નથી તેઓ બિચારા, જેમનું, (પુરુષાર્થ-રૂપ-પરાક્રમરૂપ) તેજ અજ્ઞાનમાં ડૂબી ગયું છે એવા, કર્મને કરે છે, તેથી ભાવકર્મને કર્તા ચેતન જ પોતે થાય છે, અન્ય કોઈ નહિ. ૧૮૭૯. (શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર- ટીકા, કળશ – ૨૦૨) * જો વચન સદેહરૂપ હો તથા પાપરૂપ હો ઔર દોષોસે સંયુક્ત હો એવમ્ ઇર્ષાકો ઉત્પન્ન કરનેવાલા હો વહુ અન્યને પૂછને પર ભી નહિ કહુના ચાહિયે તથા કિસી પ્રકાર સુનના ભી નહિ ચાહિયે. ૧૦૮૦. (શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૯ શ્લોક-૧૨) * જેમ કોઈ પુરુષ તર્કબુદ્ધિથી પાણી અને દૂધને ભિન્ન-ભિન્ન સ્વભાવવાળા જાણી લે છે, તેમ સમ્યજ્ઞાની પુરુષ પણ ઉત્તમ ધ્યાન વડે જીવ અને અજીવનો ભેદ જાણી લે છે. ૧૦૮૧. (શ્રી દેવસેન આચાર્ય, તત્ત્વસાર, ગાથા-૨૪) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy