SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૯૯ પરમાગમ – ચિંતામણિ ) * હે જિનેન્દ્ર ! આપનું દર્શન થતાં કલ્યાણની પરંપરા (સમૂહ) બોલાવ્યા વિના જ પુરુષની આગળ એવી રીતે ચાલે છે કે જેમ ચંદ્રમાની આગળ તેના કિરણોનો સમૂહું ચાલે છે. ૧૦૫). (શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, જિનવર સ્તવન, શ્લોક-૨૪) * હાય! ઘણાં દુઃખની વાત છે કે –સંસારરૂપ કતલખાનામાં પાપી અને ક્રોધી એવા ઈન્દ્રિય વિષયરૂપ ચંડાળોએ ચારે બાજુ રાગરૂપ ભયંકર અગ્નિ સળગાવી મૂક્યો - જેથી ચારે તરફથી ભય પામેલાં અને અત્યંત વ્યાકુળ થયેલાં પુરુષરૂપી હરણો પોતાના બચાવ માટે અંતિમ શરણ ચાહતાં-શોધતાં કામરૂપી ચંડાળે ગોઠ્ઠી રાખેલાં સ્ત્રીરૂપ કપટ સ્થાનમાં (પાસલામાં) જઈ જઈને ભરાઈ પડે છે. ૧૦૫૧. (શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૧૩૦) * શુદ્ધસ્વરૂપના અનુભવના કાળે જીવ કાષ્ટની માફક જ છે એમ પણ નથી, સામાન્યપણે સવિકલ્પી જીવની માફક વિકલ્પી પણ નથી, ભાવશ્રુતજ્ઞાન વડે કોઈ નિર્વિકલ્પ વસ્તુમાત્રને અવલંબે છે, અવશ્ય અવલંબે છે. આવા અવલંબનને વચનદ્વારથી કહેવાને સમર્થપણું નથી તેથી કહી શકાય નહિ. ૧૦૫ર. (શ્રી રાજમલજી, કળશટીકા, કળશ-૧૨૪) * * * * અનિષ્ટ સામગ્રીના સંયોગના કારણોને તથા ઇષ્ટ સામગ્રીના વિયોગના કારણો વિપ્ન માનો છો પણ તમે કાંઈ એનો વિચાર સન્મુખ થઇને કર્યો છે? જો એ જ વિદન હોય તો મુનિ આદિ ત્યાગી તપસ્વી તો એ કાર્યોને અંગીકાર કરે છે, માટે વિપ્નનું મૂળ કારણ અજ્ઞાન-રાગાદિક જ છે. એ પ્રમાણે દુ:ખ વા વિપ્નનું સ્વરૂપ જાણ. તથા તેનો ઇલાજ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે તેના સ્વરૂપનો ઉપદેશ આપી પ્રવૃત્તિ કરવાવાળા શ્રી અર્હતદેવાધિદેવ છે. એ પ્રમાણે દુ:ખ વા વિપ્નના હર્તા જાણી તેમને પૂજવા યોગ્ય છે. ૧૦૫૩. (શ્રી ભાગચંદ્રજી, સત્તાસ્વરૂપ, પાનું-પર) * અંતરાત્મા સમ્યગ્દષ્ટિકો નિશ્ચિત હોકર, સર્વ સાંસારિક ઉપાધિયોંકો ત્યાગકર, ચિત્તકો આનંદ દેનેવાલે વ શ્રેષ્ઠ આત્માજ્ઞાનસે ઉત્પન્ન અમૃતકો સદા પીના યોગ્ય હૈ. ૧૦૫૪. | (શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૧૨ ) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy