________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ )
(૧૫૭ * અનંત સંસાર પરિભ્રમણ કરી રહેલો એવો હું હવે એ અનાદિ પરિભ્રમણના આત્યંતિક અભાવને અર્થે પૂર્વે ક્યારેય પણ નહિ ભાવેલી, નહિ ચિંતવેલી અને નહિ પ્રતીત કરેલી એવી સગ્દર્શનાદિક નિર્મળ ભાવનાને ભાવું, આરાધું તથા પૂર્વે અનંતવાર ભાવેલી એવી મિથ્યાદર્શનાદિક દુર્ભાવનાનો ત્યાગ કરું. ૮૧૮.
(શ્રી ગુચભદ્રાચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૨૩૮) * જેમ કોઈ પુરુષ રત્નદીપને પામવા છતાં રત્નદીપમાંથી રત્નને છોડી કાષ્ટ ગ્રહણ કરે છે, તેમ મનુષ્યભવ વિષે ધર્મભાવનાનો ત્યાગ કરીને અજ્ઞાની ભોગની અભિલાષા કરે છે. ૮૧૯.
(શ્રી શિવકોટિ આચાર્ય, ભગવતી આરાધના, ગાથા-૧૮૩૮) * હે આત્મારામ ! તૂ દેહકે બુઢાપા મરનેકો દેખકર ડર મત કરે. જો અજર અમર પરમબ્રહ્મ શુદ્ધ સ્વભાવ હૈ, ઉસકો તૂ આત્મા જાન. ૮૨૦.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. ૧, ગાથા-૭૧)
* * *
* જે જીવ પોતાના સ્વરૂપથી દેહને પરમાર્થપણે ભિન્ન જાણી આત્મસ્વરૂપને સેવે છે- ધ્યાવે છે તેને અન્યત્વભાવના કાર્યકારી છે. ૮૨૧.
(સ્વામી કાર્તિક, બાર અનુપ્રેક્ષા, ગાથા-૮૨) * જો કે શોભાયમાન યૌવન અને સૌન્દર્યથી પરિપૂર્ણ સ્ત્રીઓના શરીર આભૂષણોથી વિભૂષિત છે તોપણ તે મૂર્ખજનોને જ આનંદ ઉત્પન્ન કરે છે, નહિ કે સજ્જન મનુષ્યોને. બરાબર છે - ઘણાં સડી - ગળી ગયેલાં મૃત શરીરોથી અત્યંત વ્યાસ સ્મશાનભૂમિમાં આવીને કાળા કાગડાઓનો સમૂહું જ સંતુષ્ટ થાય છે, નહિ કે રાજહંસોનો સમૂઠું. ૮૨૨.
( શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, બ્રહ્મચર્ય રક્ષાવર્તિ, શ્લોક-૧૪) * મનકો રંજાયમાન કરનેવાલા જો ગારવ યા અહંકારભાવ હૈ યા ઘમંડ હૈ વહુ સબ મનકો રંજયમાન કરનેવાલે આત્મજ્ઞાનકે પ્રતાપસે દૂર હો જાતા હૈ યહી આત્મજ્ઞાન કર્મોકા ક્ષય કરનેવાલા વીતરાગ વિજ્ઞાનકી રમણતારૂપ છે. ૮૨૩.
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૧, પાનું- ૧૪૯)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com