________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪)
(પરમાગમ – ચિંતામણિ * જુઓ, તત્ત્વ-વિચારનો મહિમા ! તત્ત્વ-વિચાર રહિત દેવાદિકની પ્રતીતિ કરે, ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરે; વ્રતાદિક પાળે, તપશ્ચરણાદિ કરે છતાં તેને તો સમ્યકત્વ થવાનો અધિકાર નથી અને તત્ત્વ-વિચારવાળો એ વિના પણ સમ્યકત્વનો અધિકારી થાય છે. ૭૪૯.
( શ્રી ટોડરમલજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધ્યાય - ૭, પાનું - ૨૬૫ ) * મિથ્યાજ્ઞાનકા સ્વભાવ ભી ગલનશીલ હૈ, એકસે ભાવ નહીં રહતે તથા સમ્યજ્ઞાનસે ઉસકા નાશ હો જાતા હૈ. સર્વ હી પર્યાય ગલિત સ્વભાવ અર્થાત્ ક્ષણભંગુર હૈ, દર્શનમોહ ભી સમ્યકત્વસે ગલ જાતા હૈ. આત્માકા શુદ્ધ જ્ઞાનસ્વભાવ અવિનાશી હૈ ઇસી નિર્મલ સ્વભાવકો લિયે હુએ જીવ મોક્ષમેં જાકર અનંતકાલ તક રહતા હૈ. ૭૫૦.
(શ્રી તારણસ્વામી, ઉપદેશ શુદ્ધસાર, શ્લોક-૩૧૨) * તીન લોકમેં જિતને દુઃખ હૈ, પાપ હૈ ઔર અશુચિ વસ્તુયે હૈં, ઉન સબકો લેકર ઇન મિલે હુઓએ વિધાતાને વર માનકર શરીર બનાયા હૈ. ૭૫૧.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. -૨, ગાથા-૧૫૦)
* * *
* જેમ પાકું ફળ ડીંટાથી એકવાર છૂટું પડ્યું થયું ફરીને ડીંટા સાથે સંબંધ પામતું નથી, તેમ કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ જીવભાવથી એકવાર છૂટો પડયો થકો ફરીને જીવભાવને પામતો નથી. આ રીતે જ્ઞાનમય એવો, રાગાદિક સાથે નહિ મળેલો ભાવ ઉત્પન્ન થાય છે. ૭૫૨.
( શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, ગાથા-૧૬૮) * ઈચ્છિત ફળ દેનાર અને વિષય-વાસનાની ઇચ્છાનો નાશ કરનાર દેવોના દેવ-અરિહંતદેવના ચરણમાં સર્વ દુઃખોને નાશ કરનારી પૂજા આદરયુક્ત-ભક્તિયુક્ત થઇને હંમેશા પ્રતિદિન કરવી જોઇએ. ૭પ૩.
(શ્રી સમંતભદ્રસ્વામી, રત્નકરંડ શ્રાવકાચાર, શ્લોક-૧૧૯ ) * સમ્યજ્ઞાની અન્ય સાથે બોલતાં, હસતાં, ચાલતાં, શાસ્ત્રને ભણાવતાં કે ભણતાં, આસન શયન કરતાં, શોક, રૂદનને, ભય, ભોજનને, ક્રોધ-લોકભાદિ ને કર્મવશતાથી કરતાં શુદ્ધ ચિતૂપ ચિંતનને તે અર્ધક્ષણ માટે પણ તજતા નથી. ૭૫૪.
(શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધ્યાય-૪૧, ગાથા-૨૧-૨૨)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com