SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાગમ – ચિંતામણિ) (૧૨૩ * આગ્નવોનુ અશુચિપણું અને વિપરીતપણું તથા તેઓ દુઃખના કારણ છે એમ જાણીને જીવ તેમનાથી નિવૃત્તિ કરે છે. ૬૪૧. (શ્રી કુંદકુંદાચાર્ય, સમયસાર, ગાથા-૭૨ ) * અમૃત અર્થાત્ મોક્ષના કારણભૂત ઉત્કૃષ્ટ અહિંસારૂપી રસાયણ પ્રાપ્ત કરીને, અજ્ઞાની જીવોનું અસંગત વર્તન જોઇને વ્યાકુળ ન થવું જોઇએ. ૬૪૨. (શ્રી અમૃતચંદ્રાચાર્ય, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, શ્લોક-૭૮) * જેમ કોઈ હાથમાં રાખેલ ચિંતામણિ ભૂલી કાચના કટકાને રત્ન માની ચલાવે તો તે રત્ન ન થાય અને ચિંતામણિને કાચ જાણે તો તે કાચ ન થાય-ચિંતામણિપણું ન જાય. તેમ આત્માને પર જાણવાથી તે પર ન થાય – ચિંતામણિપણું ન જાય. તેમ આત્માને પર જાણવાથી તે પર ન થાય અને પરને આત્મા જાણતાં તે આત્મા ન થાય. વસ્તુ પોતાના સ્વભાવનો ત્યાગ કોઈ કાળમાં પણ ન કરે. વસ્તુ વસ્તુપણાને ન તજેપોતાના દ્રવ્યને ન તજે – પોતાના પ્રમાણને ન તજે તથા પોતાના પ્રદેશને ન તજે, ઇત્યાદિ ભાવોને ન તજે માટે તે અનાદિ પ્રદેશ પ્રમાણને ન તજે. શુદ્ધ અશુદ્ધ બંને અવસ્થામાં પોતાના દ્રવ્ય-ક્ષેત્ર – કાળ ભાવની દશા ન તજે. (તેનો) મહિમા અનંતઅમીટ છે અર્થાત્ કોઈથી મટાડ્યો જતો નથી, નિશ્ચયથી જે છે તે છે. ૬૪૩. (શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું – ૮૩) * હે જીવ! જૈસે નરકવાસ સૈકડૉ છિદ્રૌસે જર્જરિત હૈ, ઉસી તરહું શરીરકો ભી (મલમૂત્ર આદિસે) જર્જરિત સમજ. અએવ નિર્મલ આત્માકી ભાવના કરતો શીધ્ર હી સંસારસે પાર હોગા. ૫૪૪. (શ્રી યોગીન્દ્રદેવ, યોગસાર, ગાથા-૫૧) * યહ વતી, આત્મામે આત્માકા સ્વભાવ પહચાનતા હૈ, આત્માકો હી સ્વરૂપને પરમાત્મા જાનતા હૈ, પરિગ્રહકા પ્રમાણ રખતા હુઆ ભી પુદ્ગલકો પર હી માનતા હૈ, જ્ઞાનમયી અનંત ચતુષ્ટયેધારી આત્મા હૈ ઈસ ભાવકો રખતા હૈ. ૬૪૫. (શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક-૩૬૪) * જેમ કોઈ એક (દરિદ્ર માણસ) નિધિને પામીને પોતાના વતનમાં (ગુસપણે) રહી તેના ફળને ભોગવે છે, તેમ જ્ઞાની પરજનોના સમૂહને છોડીને જ્ઞાનાનિધિને ભોગવે છે. ૬૪૬. (શ્રી કુંદકુંદાચાર્ય, નિયમસાર, ગાથા-૧૫૭) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy