SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ) Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates (પરમાગમ – ચિંતામણિ * પ્રશ્ન:- જ્ઞાન તો જાણપણારૂપ છે છતાં પોતાને કેમ નથી જાણતું? સમાધાનઃ- જાણપણું અનાદિ ૫૨થી વ્યાપી પરનું જ થઇ રહ્યું છે. હવે તે આમ વિચાર કરવાથી શુદ્ધ થાય કે આ પરનું જાણપણું પણ જ્ઞાન વિના ન હોય. જ્ઞાન આત્મા વિના ન હોય. માટે ૫૨૫દને જાણવાવાળું મારું પદ છે, મારું જ્ઞાન એ જ હું છું, પરવિકા૨ ૫૨ છે, જ્યાં જ્યાં જાણપણું ત્યાં ત્યાં હું, એવો દઢભાવ તે સમ્યક્ત્વ છે. તે સુગમ છે. (છતાં ) વિષમ માની રહ્યો છે. ૫૮૬. (શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું–૨૧) * જે પ્રલયકાળના પવનથી ઉદ્ધત થયેલો અગ્નિ, જેની અંદરથી ઘણાં તણખાં ઉડે છે અને ઘણાં જ પ્રકાશવાળો છે એવો દાવાનળ વનનો અગ્નિ જાણે જગતને બાળી નાંખવાની ઈચ્છા કરતો હોય નહિ! તેવો જોરમાં સળગતો સળગતો અગ્નિ સન્મુખ આવે તો તેને પણ આપના (જિનેન્દ્રના) નામનું કીર્તનસ્તવનરૂપી જળ સમગ્ર રીતે બુઝાવી નાખે છે. ૫૮૭. (શ્રી માનતુંગ આચાર્ય, ભક્તામરસ્તોત્ર, શ્લોક-૪૦) *** * ઇસ તરહ કમલકે સમાન પ્રફુલ્લિત આત્માકા સ્વભાવ કહા ગયા. યહી શુદ્ધાત્માકા અનુભવ હી શ્રી જિનેન્દ્રપદકી ઉત્પત્તિકા કારણ હૈ. જૈસા કારણ હોતા હૈ પૈસા કાર્ય હોતા હૈ. શુદ્ધસ્વભાવકા ધ્યાન હી શુદ્ધ ભાવકા પ્રકાશક હૈ. કેવલ-સ્વરૂપ આત્માકા અનુભવ હી કેવલજ્ઞાનકા કારણ હૈ. શુદ્ધસ્વભાવકે ઝલકાવસે દોષ સહિત સર્વ ભય વિલા જાતા હૈ. ૫૮૮. (શ્રી તારણ સ્વામી, મમલપાહુડ, ભાગ-૧, પાનું –૧૬૫ ) * જે મનુષ્યો પ્રતિદિન જિનેન્દ્રદેવનું ન તો દર્શન કરે છે, ન સ્મરણ કરે છે, ન પૂજન કરે છે, ન સ્તુતિ કરે છે અને સમર્થ હોવા છતાં પણ ભક્તિથી મુનિજનોને ઉત્તમ દાન પણ દેતા નથી, તેમનું ગૃહસ્થાશ્રમપદ પથ્થરની નાવ સમાન છે; તેના ઉ૫૨ બેસીને તે મનુષ્યો અત્યંત ભયાનક સંસારરૂપી સમુદ્રમાં ગોથા ખાતા થકા નાશ જ પામવાના છે. ૫૮૯. (શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશશિત, દેશવ્રત-ઉદ્યોતન, શ્લોક-૧૮ ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy