________________
૨ ૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ कारणशुद्धजीवः। अयं चेतनः। अस्य चेतनगुणाः। अयममूर्तः। अस्यामूर्तगुणाः। अयं शुद्धः। अस्य शुद्धगुणाः। अयमशुद्धः। अस्याशुद्धगुणाः। पर्यायश्च। तथा गलनपूरणस्वभावसनाथः पुद्गलः। श्वेतादिवर्णाधारो मूर्तः। अस्य हि मूर्तगुणाः। अयमचेतनः। अस्याचेतनगुणाः। स्वभावविभावगतिक्रियापरिणतानां जीवपुद्गलानां स्वभावविभावगतिहेतुः धर्मः। स्वभावविभावस्थितिक्रियापरिणतानां तेषां स्थितिहेतुरधर्मः। पंचानामवकाशदान
શુદ્ધનિશ્ચયથી સહજજ્ઞાનાદિ પરમસ્વભાવગુણોનો આધાર હોવાને લીધે *કારણશુદ્ધ જીવ છે. આ (જીવ) ચેતન છે; આના (-જીવના) ચેતન ગુણો છે. આ અમૂર્ત છે; આના અમૂર્ત ગુણો છે. આ શુદ્ધ છે; આના શુદ્ધ ગુણો છે. આ અશુદ્ધ છે; આના અશુદ્ધ ગુણો છે. પર્યાય પણ એ પ્રમાણે છે.
વળી, જે ગલનપૂરણસ્વભાવ સહિત છે (અર્થાત્ છૂટા પડવાના અને ભેગા થવાના સ્વભાવવાળું છે) તે પુદ્ગલ છે. આ (પુગલ) શ્રેતાદિ વર્ણોના આધારભૂત મૂર્ત છે; આના મૂર્ત ગુણો છે. આ અચેતન છે; આના અચેતન ગુણો છે.
૧સ્વભાવગતિક્રિયારૂપે અને વિભાવગતિક્રિયારૂપે પરિણત જીવપુદ્ગલોને સ્વભાવગતિનું અને વિભાવગતિનું નિમિત્ત તે ધર્મ છે.
સ્વભાવસ્થિતિક્રિયારૂપે અને વિભાવસ્થિતિક્રિયારૂપે પરિણત જીવપુદ્ગલોને સ્થિતિનું શુદ્ધ (-કેવળજ્ઞાનાદિ સહિત) થાય છે અર્થાત્ “કાર્યશુદ્ધ જીવ’ થાય છે. શક્તિમાંથી વ્યક્તિ થાય છે, માટે શક્તિ કારણ છે અને વ્યક્તિ કાર્ય છે. આમ હોવાથી શક્તિરૂપ શુદ્ધતાવાળા જીવને કારણ શુદ્ધ જીવ કહેવાય છે અને વ્યક્ત શુદ્ધતાવાળા જીવને કાર્યશુદ્ધ જીવ કહેવાય છે. [કારણ શુદ્ધ એટલે કારણ અપેક્ષાએ શુદ્ધ અર્થાત્ શક્તિ અપેક્ષાએ શુદ્ધ. કાર્યશુદ્ધ એટલે કાર્યઅપેક્ષાએ શુદ્ધ
અર્થાત્ વ્યક્તિ અપેક્ષાએ શુદ્ધ.] ૧. ચૌદમા ગુણસ્થાનના અંતે જીવ ઊર્ધ્વગમનસ્વભાવથી લોકાંતે જાય તે જીવની સ્વભાવગતિક્રિયા છે
અને સંસારાવસ્થામાં કર્મના નિમિત્તે ગમન કરે તે જીવની વિભાવગતિક્રિયા છે. એક છૂટો પરમાણુ ગતિ કરે તે પુદ્ગલની સ્વભાવગતિક્રિયા છે અને પુદ્ગલસ્કંધ ગમન કરે તે પુગલની (સ્કંધમાંના દરેક પરમાણુની) વિભાવગતિક્રિયા છે. આ સ્વાભાવિક તેમ જ વૈભાવિક ગતિક્રિયામાં ધર્મદ્રવ્ય
નિમિત્તમાત્ર છે. ૨. સિદ્ધદશામાં જીવ સ્થિર રહે તે જીવની સ્વાભાવિક સ્થિતિક્રિયા છે અને સંસારદશામાં સ્થિર રહે
તે જીવની વૈભાવિક સ્થિતિક્રિયા છે. એકલો પરમાણુ સ્થિર રહે તે પુલની સ્વાભાવિક સ્થિતિક્રિયા છે અને સ્કંધ સ્થિર રહે તે પુગલની (-સ્કંધમાંના દરેક પરમાણુની) વૈભાવિક સ્થિતિક્રિયા છે. આ જીવપુદ્ગલની સ્વાભાવિક તેમ જ વૈભાવિક સ્થિતિક્રિયામાં અધર્મદ્રવ્ય નિમિત્ત માત્ર છે.