SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ ] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (મનુષ્ટ્રમ્) “यथावद्वस्तुनिर्णीतिः सम्यग्ज्ञानं प्रदीपवत् । तत्स्वार्थव्यवसायात्म कथंचित् प्रमितेः पृथक्॥" अथ निश्चयपक्षेऽपि स्वपरप्रकाशकत्वमस्त्येवेति सततनिरुपरागनिरंजनस्वभावनिरतत्वात्, स्वाश्रितो निश्चयः इति वचनात् । सहजज्ञानं तावत् आत्मनः सकाशात् संज्ञालक्षणप्रयोजनेन भिन्नाभिधानलक्षणलक्षितमपि भिन्नं भवति न वस्तुवृत्त्या चेति, अतःकारणात् एतदात्मगतदर्शनसुखचारित्रादिकं जानाति स्वात्मानं कारणपरमात्मस्वरूपमपि નાનાતીતિા. तथा चोक्तं श्रीमदमृतचंद्रसूरिभिः “[શ્લોકાર્થ –] વસ્તુનો યથાર્થ નિર્ણય તે સમ્યજ્ઞાન છે. તે સમ્યજ્ઞાન, દીવાની માફક, સ્વના અને (૫૨) પદાર્થોના નિર્ણયાત્મક છે તથા પ્રમિતિથી (જ્ઞપ્તિથી) કથંચિત્ ભિન્ન છે.'' હવે “શ્રતો નિશ્ચયઃ (નિશ્ચય સ્વાશ્રિત છે) એવું શાસ્ત્રનું) વચન હોવાથી, (જ્ઞાનને) સતત *નિરુપરાગ નિરંજન સ્વભાવમાં લીનપણાને લીધે નિશ્ચયપક્ષે પણ સ્વપરપ્રકાશકપણું છે જ. (તે આ પ્રમાણે :) સહજજ્ઞાન આત્માથી સંજ્ઞા, લક્ષણ અને પ્રયોજનની અપેક્ષાએ ભિન્ન નામ અને ભિન્ન લક્ષણથી (તેમ જ ભિન્ન પ્રયોજનથી) ઓળખાતું હોવા છતાં વસ્તુવૃત્તિએ (અખંડ વસ્તુની અપેક્ષાએ) ભિન્ન નથી; આ કારણને લીધે આ (સહજજ્ઞાન) આત્મગત (આત્મામાં રહેલાં) દર્શન, સુખ, ચારિત્ર વગેરેને જાણે છે અને સ્વાત્માને—કારણપરમાત્માના સ્વરૂપને—પણ જાણે છે. (સહજજ્ઞાન સ્વાત્માને તો સ્વાશ્રિત નિશ્ચયનયથી જાણે જ છે અને એ રીતે સ્વાત્માને જાણતાં તેના બધા ગુણો પણ જણાઈ જ જાય છે. હવે સહજજ્ઞાને જે આ જાણ્યું તેમાં ભેદ અપેક્ષાએ જોઈએ તો સહજજ્ઞાનને માટે જ્ઞાન જ સ્વ છે અને તે સિવાયનું બીજું બધું– દર્શન, સુખ વગેરે–પર છે; તેથી આ અપેક્ષાએ એમ સિદ્ધ થયું કે નિશ્ચયપક્ષે પણ જ્ઞાન સ્વને તેમ જ પરને જાણે છે.) એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૧૯૨મા શ્લોક દ્વારા) કાવું છે કે : * નિરુપરાગ = ઉપરાગ રહિત; નિર્વિકાર.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy