________________
૨૯૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રી કુંદકુંદ निष्क्रियेण अपुनर्भवपुरन्धिकासंभोगहासप्रवीणेन जीवस्य सामायिकचारित्रं सम्पूर्णं भवतीति। ___ तथा चोक्तं श्रीयोगीन्द्रदेवैः
(માનિની) "यदि चलति कथञ्चिन्मानसं स्वस्वरूपाद् भ्रमति बहिरतस्ते सर्वदोषप्रसङ्गः। तदनवरतमंतर्मग्नसंविग्नचित्तो
भव भवसि भवान्तस्थायिधामाधिपस्त्वम् ॥" તથા દિ
(શાર્દૂત્તવિત્રીડિત) यद्येवं चरणं निजात्मनियतं संसारदुःखापहं मुक्तिश्रीललनासमुद्भवसुखस्योचैरिदं कारणम् । बुद्भवेत्थं समयस्य सारमनघं जानाति यः सर्वदा
सोयं त्यक्तबहिःक्रियो मुनिपतिः पापाटवीपावकः॥२५॥ અનુપાદેય ફળ ઊપજયું એવો અર્થ છે. માટે અપુનર્ભવરૂપી (મુક્તિરૂપી) સ્ત્રીનાં સંભોગ અને હાસ્ય પ્રાપ્ત કરવામાં પ્રવીણ એવા નિષ્ક્રિય પરમઆવશ્યકથી જીવને સામાયિકચારિત્ર સંપૂર્ણ થાય છે.
એવી રીતે (આચાર્યવર) શ્રી યોગીન્દ્રદેવે (અમૃતાશીતિમાં ૬૪મા શ્લોક દ્વારા) કહ્યર્ડ છે કે :–
[શ્લોકાર્થ –] જો કોઈ પ્રકારે મન નિજ સ્વરૂપથી ચલિત થાય અને તેનાથી બહાર ભમે તો તને સર્વ દોષનો પ્રસંગ આવે છે, માટે તું સતત અંતર્મગ્ન અને સંવિગ્ન ચિત્તવાળો થા કે જેથી તે મોક્ષરૂપી સ્થાયી ધામના અધિપતિ થશે.''
વળી (આ ૧૪૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકારમુનિરાજ શ્લોક કહે છે) :–
[શ્લોકાર્થ –] જો એ રીતે (જીવન) સંસારદુ:ખનાશક 'નિજાત્મનિયત ચારિત્ર ૧ અનુપાદેય = હેય; નાપસંદ કરવા જેવું; નહિ વખાણવા જેવું.
સંવિગ્ન = સંવેગી; વૈરાગી; વિરક્ત. ૩ નિજાત્મનિયત = નિજ આત્માને વળગેલું; નિજ આત્માને અવલંબતું; નિજાત્માશ્રિત; નિજ આત્મામાં
એકાગ્ર.