________________
કહાનજૈનશાસ્ત્રમાળા ] પરમભક્તિ અધિકાર
[ ૨૭૫ (ગાય) अपुनर्भवसुखसिद्ध्यै कुर्वे शुद्धयोगवरभक्तिम् । संसारघोरभीत्या सर्वे कुर्वन्तु जन्तवो नित्यम् ॥२३३॥
(શાર્દૂત્તવિક્રીડિત) रागद्वेषपरंपरापरिणतं चेतो विहायाधुना शुद्धध्यानसमाहितेन मनसानंदात्मतत्त्वस्थितः। धर्म निर्मलशर्मकारिणमहं लब्ध्वा गुरोः सन्निधौ ज्ञानापास्तसमस्तमोहमहिमा लीये परब्रह्मणि ॥२३४॥
(અનુદુમ્) निर्वृतेन्द्रियलौल्यानां तत्त्वलोलुपचेतसाम्। सुन्दरानन्दनिष्यन्दं जायते तत्त्वमुत्तमम् ॥२३५॥
(અનુષ્ટ્રમ્) अत्यपूर्वनिजात्मोत्थभावनाजातशर्मणे।
यतन्ते यतयो ये ते जीवन्मुक्ता हि नापरे ॥२३६॥ (પૂર્વોક્ત પ્રકારે) યોગભક્તિ કરીને નિર્વાણવધૂના સુખને પામ્યા છે. ૨૩૨.
[શ્લોકાર્થ –]અપુનર્ભવસુખની (મુક્તિસુખની) સિદ્ધિ અર્થે હું શુદ્ધ યોગની ઉત્તમ ભક્તિ કરું છું; સંસારની ઘોર ભીતિથી સર્વ જીવો નિત્ય તે ઉત્તમ ભક્તિ કરો. ૨૩૩.
[શ્લોકાર્થ –] ગુરુના સાન્નિધ્યમાં નિર્મળસુખકારી ધર્મને પ્રાપ્ત કરીને, જ્ઞાન વડે જેણે સમસ્ત મોહનો મહિમા નષ્ટ કર્યો છે એવો હું, હવે રાગદ્વેષની પરંપરારૂપે પરિણત ચિત્તને છોડીને, શુદ્ધ ધ્યાન વડે સમાહિત (-એકાગ્ર, શાંત) કરેલા મનથી આનંદાત્મક તત્ત્વમાં સ્થિત રહેતો થકો, પરબ્રહ્મમાં (પરમાત્મામાં) લીન થાઉં છું. ર૩૪.
[શ્લોકાર્થ –] ઇન્દ્રિયલોલુપતા જેમને નિવૃત્ત થઈ છે અને તત્ત્વલોલુપ (તત્ત્વપ્રાપ્તિ માટે અતિ ઉત્સુક) જેમનું ચિત્ત છે, તેમને સુંદરઆનંદઝરતું ઉત્તમ તત્ત્વ પ્રગટે છે. ર૩૫.
[શ્લોકાર્થ –] અતિ અપૂર્વ નિજાત્મજનિત ભાવનાથી ઉત્પન્ન થતા સુખ માટે