________________
કહાનજૈનશાસ્ત્રમાળા ] પરમઆલોચના અધિકાર
[ ૨ ૨ ૩ (ર) सहजपरमं तत्त्वं तत्त्वेषु सप्तसु निर्मलं सकलविमलज्ञानावासं निरावरणं शिवम् । विशदविशदं नित्यं बाह्यप्रपंचपराङ्मुखं किमपि मनसां वाचां दूरं मुनेरपि तन्नुमः॥१७७॥
(કુવનંવિત) जयति शांतरसामृतवारिधिप्रतिदिनोदयचारुहिमद्युतिः। अतुलबोधदिवाकरदीधितिप्रहतमोहतमस्समितिर्जिनः॥१७८॥
| (કુર્નાવિનંવિત) विजितजन्मजरामृतिसंचयः प्रहतदारुणरागकदम्बकः। अघमहातिमिख्रजभानुमान्
जयति यः परमात्मपदस्थितः॥१७९॥ સહિત વિકસિત નિજ ગુણોથી વિકસેલું (-ખીલેલું) છે, જેની સહજ અવસ્થા સ્ફટિત (-પ્રકટિત) છે અને જે નિરંતર નિજ મહિનામાં લીન છે. ૧૭૬.
[શ્લોકાર્થ :-] સાત તત્ત્વોમાં સહજ પરમ તત્ત્વ નિર્મળ છે, સકળવિમળ (સર્વથા વિમળ) જ્ઞાનનું રહેઠાણ છે, નિરાવરણ છે, શિવ (કલ્યાણમય) છે, સ્પષ્ટસ્પષ્ટ છે, નિત્ય છે, બાહ્ય પ્રપંચથી પરામુખ છે અને મુનિને પણ મનથી તથા વાણીથી અતિ દૂર છે; તેને અમે નમીએ છીએ. ૧૭૭.
[શ્લોકાર્થ :–]જે (જિન) શાંત રસરૂપી અમૃતના સમુદ્રને (ઉછાળવા) માટે પ્રતિદિન ઉદયમાન સુંદર ચંદ્ર સમાન છે અને જેણે અતુલ જ્ઞાનરૂપી સૂર્યનાં કિરણોથી મોહતિમિરના સમૂહનો નાશ કર્યો છે, તે જિન જયવંત છે. ૧૭૮.
| [શ્લોકાર્થ –]જેણે જન્મજરા મૃત્યુના સમૂહને જીતી લીધો છે, જેણે દારુણ રાગના સમૂહને હણી નાખ્યો છે, જે પાપરૂપી મહા અંધકારના સમૂહને માટે સૂર્ય સમાન છે અને જે પરમાત્મપદમાં સ્થિત છે, તે જયવંત છે. ૧૭૯.