________________
૧૧૮ ]
નિયમસાર
(મન્તાાંતા)
[ભગવાનશ્રીકુંદકુંદ
इत्थं बुद्ध्वा परमसमितिं मुक्तिकान्तासखीं यो मुक्त्वा संगं भवभयकरं हेमरामात्मकं च । स्थित्वाऽपूर्वे सहजविलसच्चिच्चमत्कारमात्रे भेदाभावे समयति च यः सर्वदा मुक्त एव ॥८१॥ (માનિની)
जयति समितिरेषा शीलमूलं मुनीनां त्रसहतिपरिदूरा स्थावरणां हतेर्वा । भवदवपरितापक्लेशजीमूतमाला सकलसुकृतसीत्यानीकसन्तोषदायी
(માતિની)
नियतमिह जनानां जन्म जन्मार्णवेऽस्मिन् समितिविरहितानां कामरोगातुराणाम् । मुनिप कुरु ततस्त्वं त्वन्मनोगेहमध्ये ह्यपवरकममुष्याश्चारुयोषित्सुमुक्तेः
દા
દા
:
[શ્લોકાર્થ :—] આ રીતે મુક્તિકાન્તાની (મુક્તિસુંદરીની) સખી પરમસમિતિને જાણીને જે જીવ ભવભયના કરનારા કંચનકામિનીનાસંગને છોડીને, અપૂર્વ,સહજવિલસતા (સ્વભાવથી પ્રકાશતા), અભેદ ચૈતન્યચમત્કારમાત્રમાં સ્થિત રહી (તેમાં) સમ્યક્ ‘ઇતિ’ (ગતિ) કરે છે અર્થાત્ સમ્યપણે પરિણમે છે, તે સર્વદા મુક્ત જ છે. ૮૧.
[શ્લોકાર્થ :—] જે (સમિતિ) મુનિઓને શીલનું (ચારિત્રનું) મૂળ છે, જે ત્રસ જીવોના ઘાતથી તેમ જ સ્થાવર જીવોના ધાતથી સમસ્ત પ્રકારે દૂર છે, જે ભવદાવાનળના પરિતાપરૂપીક્લેશને શાંત કરનારીતથાસમસ્તસુકૃતરૂપીધાન્યનારાશિને (પોષણ આપીને) સંતોષ દેનારી મેઘમાળા છે, તે આ સમિતિ જયવંત છે. ૮૨.
[શ્લોકાર્થ :—]અહીં (વિશ્વમાં) એ ની છે કે આ જન્માર્ણવમાં (ભવસાગરમાં) સમિતિરહિત કામરોગાતુર (-ઇચ્છારૂપી રોગથી પીડિત) જનોનો જન્મ થાય છે. તેથી હે મુનિ ! તું તારા મનરૂપી ઘરમાં આ સુમુક્તિરૂપી સુંદર સ્ત્રી માટે નિવાસગૃહ (ઓરડો) રાખ (અર્થાત્ તું મુક્તિનું ચિંતવન ક૨). ૮૩.