________________
કહાનજૈનશાસ્ત્રમાળા ] શુદ્ધભાવ અધિકાર
[ ૯૭ તથા દિ–
(માનિની) असति च सति बन्धे शुद्धजीवस्य रूपाद् रहितमखिलमूर्तद्रव्यजालं विचित्रम् । इति जिनपतिवाक्यं वक्ति शुद्धं बुधानां
भुवनविदितमेतद्भव्य जानीहि नित्यम् ॥७०॥ जारिसिया सिद्धप्पा भवमल्लिय जीव तारिसा होति। जरमरणजम्ममुक्का अट्टगुणालंकिया जेण॥४७॥
यादृशाः सिद्धात्मानो भवमालीना जीवास्तादृशा भवन्ति।
जरामरणजन्ममुक्ता अष्टगुणालंकृता येन॥४७॥ शुद्धद्रव्यार्थिकनयाभिप्रायेण संसारिजीवानां मुक्तजीवानां विशेषाभावोपन्यासोयम्। પોતપોતાના ગુણો અને પર્યાયોથી યુક્ત સર્વ દ્રવ્યો અત્યંત જુદે જુદાં છે).''
વળી (આ બે ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે) :
[શ્લોકાર્થ –] “બંધ હો કે ન હો (અર્થાત્ બંધાવસ્થામાં કે મોક્ષાવસ્થામાં), સમસ્ત વિચિત્ર મૂર્તદ્રવ્યજાળ (અનેકવિધ મૂર્તદ્રવ્યોનો સમૂહ) શુદ્ધ જીવના રૂપથી વ્યતિરિક્ત છે'' એમ જિનદેવનું શુદ્ધ વચન બુધપુરુષોને કહે છે. આ ભુવનવિદિતને (—આ જગતપ્રસિદ્ધ સત્યને), હે ભવ્ય ! તું સદા જાણ. ૭૦.
જેવા જીવો છે સિદ્ધિગત તેવા જીવો સંસારી છે,
જેથી જનમમરણાદિહીન ને અષ્ટગુણસંયુક્ત છે. ૪૭. અન્વયાર્થ –[દશા:]જે વા[સિદ્ધાત્માનઃ]સિદ્ધ આત્માઓ છે [તાદશા ]તે વા[મવમ્ જ્ઞાનીના નીવા:] ભવલીન (સંસારી) જીવો [મત્તિ] છે , [] જેથી (તે સંસારી જીવો સિદ્ધાત્માઓની માફક) [નરીમનનમુal:]જન્મ જરામરણથી રહિત અને [ગણાતંતાઃ] આઠ ગુણોથી અલંકૃત છે.
ટીકા –શુદ્ધદ્રવ્યાર્થિકનયના અભિપ્રાય સંસારી જીવોમાં અને મુક્તજીવોમાં તફાવત નહિ હોવાનું આ કથન છે.
૧૩