________________
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધભાવ અધિકાર
चतुर्णां विभावस्वभावानां स्वरूपकथनद्वारेण पंचमभावस्वरूपाख्यानमेतत् ।
कर्मणां क्षये भवः क्षायिकभावः । कर्मणां क्षयोपशमे भवः क्षायोपशमिकभावः । कर्मणामुदये भवः औदयिकभावः । कर्मणामुपशमे भवः औपशमिक भावः । सकलकर्मोपाधिविनिर्मुक्तः परिणामे भवः पारिणामिकभावः । एषु पंचसु तावदौपशमिकभावो द्विविधः, क्षायिकभावश्च नवविधः, क्षायोपशमिकभावोऽष्टादशभेदः, औदयिकभाव एकविंशतिभेदः, पारिणामिकभावस्त्रिभेदः । अथौपशमिकभावस्य उपशमसम्यक्त्वम् उपशमचारित्रम् च। क्षायिकभावस्य क्षायिकसम्यक्त्वं यथाख्यातचारित्रं, केवलज्ञानं केवलदर्शनं च, अन्तरायकर्मक्षयसमुपजनितदानलाभभोगोपभोगवीर्याणि તિા क्षायोपशमिकभावस्य વારિ, कुमतिकुश्रुतविभंगभेदादज्ञानानि ત્રીળ,
ટીકા :—ચા૨ વિભાવસ્વભાવોના સ્વરૂપકથન દ્વારા પંચમભાવનાસ્વરૂપનું આ કથન
मतिश्रुतावधिमनःपर्ययज्ञानानि
છે.
[ ૮ ૧
*કર્મોના ક્ષયે જે ભાવ હોય તે ક્ષાયિકભાવ છે. કર્મોના ક્ષયોપશમે જે ભાવ હોય તે ક્ષાયોપશમિકભાવ છે. કર્મોના ઉદયે જે ભાવ હોય તે ઔદયિકભાવ છે. કર્મોના ઉપશમે જે ભાવ હોય તે ઔપશમિકભાવ છે. સકળ કર્મોપાધિથી વિમુક્ત એવો, પરિણામે જે ભાવ હોય તે પારિણામિકભાવ છે.
આ પાંચ ભાવોમાં, ઔપશમિકભાવના બે ભેદ છે, ક્ષાયિકભાવના નવ ભેદ છે, ક્ષાયોપશમિકભાવના અઢાર ભેદછે, ઔદયિકભાવના એકવીશ ભેદછે, પારિણામિકભાવના ત્રણ ભેદ છે.
હવે, ઔપમિકભાવના બે ભેદ આ પ્રમાણે છે : ઉપશમચારિત્ર.
ઉપશમસમ્યક્ત્વ અને
ક્ષાયિકભાવના નવ ભેદ આ પ્રમાણે છે ઃ ક્ષાયિકસમ્યક્ત્વ, યથાખ્યાતચારિત્ર, કેવળજ્ઞાન ને કેવળદર્શન, તથા અંતરાયકર્મના ક્ષયજનિત દાન, લાભ, ભોગ, ઉપભોગ ને વીર્ય.
ક્ષાયોપશમિકભાવના અઢાર ભેદ આ પ્રમાણે છે : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન ને મનઃપર્યયજ્ઞાન એમ જ્ઞાન ચાર; કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન ને વિભંગજ્ઞાન ★ કર્મોના ક્ષયે = કર્મોના ક્ષયમાં; કર્મોના ક્ષયનાસભાવમાં.[વ્યવહારે કર્મોના ક્ષયની અપેક્ષાજીવના જે ભાવમાં આવે તે ક્ષાયિકભાવ છે.]
૧૧