________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
निरवशेषेण प्रध्वंसनान्निःशेषदोषरहितः अथवा पूर्वसूत्रोपात्ताष्टादशमहादोषनिर्मूलनान्निःशेषदोषनिर्मुक्त इत्युक्तः । सकलविमलकेवलबोधकेवलदृष्टिपरमवीतरागात्मकानन्दाद्यनेकविभवसमृद्धः। यस्त्वेवंविधः त्रिकालनिरावरणनित्यानन्दैकस्वरूपनिजकारणपरमात्मभावनोत्पन्नकार्यपरमात्मा स एव भगवान् अर्हन् परमेश्वरः । अस्य भगवतः परमेश्वरस्य विपरीत गुणात्मकाः सर्वे देवाभिमानदग्धा अपि संसारिण इत्यर्थः ।
तथा चोक्तं श्रीकुन्दकुन्दाचार्यदेवैः
'तेजो दिट्ठी णाणं इड्ढी सोक्खं तहेव ईसरियं । तिहुवणपहाणदइयं माहप्पं जस्स सो अरिहो । '
""
tt
[૧૭
બાકી રાખ્યા વિના નાશ કર્યો હોવાથી) જે ‘નિઃશેષદોષરહિત’ છે અથવા પૂર્વ સૂત્રમાં (છઠ્ઠી ગાથામાં ) કહેલા અઢાર મહાદોષોને નિર્મૂળ કર્યા હોવાથી જે ‘નિઃશેષદોષરહિત ’ કહેવામાં આવ્યા છે અને જે ‘સકવિમળ (–સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાન-કેવળદર્શન, ૫રમવીતરાગાત્મક આનંદ ઇત્યાદિ અનેક વૈભવથી સમૃદ્ધ' છે, એવા જે ૫રમાત્મા-એટલે કે ત્રિકાળનિરાવરણ, નિત્યાનંદએકસ્વરૂપ નિજ કા૨ણપ૨માત્માની ભાવનાથી ઉત્પન્ન કાર્યપરમાત્મા, તે જ ભગવાન અર્હત્ પરમેશ્વર છે. આ ભગવાન પરમેશ્વરના ગુણોથી વિપરીત ગુણોવાળા બધા (દેવાભાસો), ભલે દેવપણાના અભિમાનથી દગ્ધ હોય તોપણ, સંસારી છે.-આમ (આ ગાથાનો) અર્થ છે.
એવી જ રીતે (ભગવાન) શ્રી કુંદકુંદાચાર્યદેવે (`પ્રવચનસારની ગાથામાં ) કહ્યું છે કેઃ
[ ગાથાર્થ:-] તેજ ( ભામંડળ ), દર્શન કેવળદર્શન ), જ્ઞાન ( કેવળજ્ઞાન ), ઋદ્ધિ (સમવસરણાદિ વિભૂતિ), સૌખ્ય (અનંત અતીન્દ્રિય સુખ ), (ઇંદ્રાદિક પણ દાસપણે વર્તે એવું) ઐશ્વર્ય, અને (ત્રણ લોકના અધિપતિઓના વલ્લભ હોવારૂપ) ત્રિભુવન
૧. નિત્યાનંદ–એકસ્વરૂપ નિત્ય આનંદ જ જેનું એક સ્વરૂપ છે એવા. [ કા૨ણપ૨માત્મા ત્રણે કાળે આવરણરહિત છે અને નિત્ય આનંદ જ તેનું એક સ્વરૂપ છે. દરેક આત્મા શક્તિઅપેક્ષાએ નિરાવરણ અને આનંદમય જ છે તેથી દરેક આત્મા કારણપરમાત્મા છે; કા૨ણપ૨માત્માને ભાવે છે-તેનો જ આશ્રય કરે છે, તે વ્યક્તિ-અપેક્ષાએ નિરાવરણ અને આનંદમય થાય છે અર્થાત્ કાર્યપરમાત્મા થાય છે. શક્તિમાંથી વ્યક્તિ થાય છે, માટે શક્તિ કારણ છે અને વ્યક્તિ કાર્ય છે. આમ હોવાથી શક્તિરૂપ પરમાત્માને કા૨ણપ૨માત્મા કહેવાય છે અને વ્યક્ત ૫૨માત્માને કાર્યપ૨માત્મા કહેવાય છે.
૨. જુઓ શ્રી પ્રવચનસાર, દ્વિતીય આવૃત્તિ, પાનું ૧૧૯.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com