________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
शीलोपवासगुरुजनवैयावृत्त्यादिसमुद्भवः प्रशस्तरागः, स्त्रीराजचौरभक्तविकथालापाकर्णनकौतूहलपरिणामो ह्यप्रशस्तरागः। चातुर्वर्ण्यश्रमणसंघवात्सल्यगतो मोहः प्रशस्त इतरोऽप्रशस्त एव। चिन्तनं धर्मशुक्लरूपं प्रशस्तमितरदप्रशस्तमेव । तिर्यङ्मानवानां वयःकृतदेहविकार एव जरा । वातपित्तश्लेष्मणां वैषम्यसंजातकलेवरविपीडैव रुजा । सादिसनिधनमूर्तेन्द्रिय - विजातीयनरनारकादि विभावव्यंजनपर्यायविनाश एव मृत्युरित्युक्तः। अशुभकर्मविपाक-जनितशरीरायाससमुप जातपूतिगंधसम्बन्धवासनावासितवार्बिन्दुसंदोह:
ઘેવ:।
[૧૩
વેવ:
अनिष्टलाभ:
सहजचतुरकवित्वनिखिलजनताकर्णामृतस्यंदिसहजशरीरकुलबलैश्वर्यैरात्माहंकारजनो मदः। मनोज्ञेषु वस्तुषु परमा प्रीतिरेव रतिः । परमसमरसीभाव
અપ્રશસ્ત હોય છે; દાન, શીલ, ઉપવાસ તથા ગુરુજનોની વૈયાવૃત્ત્વ વગેરેમાં ઉત્પન્ન થતો તે પ્રશસ્ત રાગ છે અને સ્ત્રી સંબંધી, રાજા સંબંધી, ચોર સંબંધી તથા ભોજન સંબંધી વિકથા કહેવાના ને સાંભળવાના કૌતુહલપરિણામ તે અપ્રશસ્ત રાગ છે. (૬) *ચાર પ્રકારના શ્રમણસંઘ પ્રત્યે વાત્સલ્ય સંબંધી મોહ તે પ્રશસ્ત છે અને તે સિવાયનો મોહ અપ્રશસ્ત જ છે. (૭) ધર્મરૂપ તથા શુકલરૂપ ચિંતન (ચિંતા, વિચાર) પ્રશસ્ત છે અને તે સિવાયનું (આર્તરૂપ તથા રૌદ્રરૂપ ચિંતન ) અપ્રશસ્ત જ છે. (૮) તિર્યંચો તથા મનુષ્યોને વયકૃત દેહવિકાર (−વયને લીધે થતી શ૨ી૨ની જીર્ણ અવસ્થા) તે જ જરા છે. (૯) વાત, પિત અને કફની વિષમતાથી ઉત્પન્ન થતી લેવ૨ (–શ૨ી૨) સંબંધી પીડા તે જ રોગ છે. (૧૦) સાદિ-સનિધન, મૂર્ત ઇંદ્રિયોવાળા, વિજાતીય નરનારકાદિ વિભાવવ્યંજનપર્યાયનો જે વિનાશ તેને જ મૃત્યુ કહેવામાં આવ્યું છે. (૧૧) અશુભ કર્મના વિપાક્થી જનિત, શારીરિક શ્રમથી ઉત્પન્ન થતો, જે દુર્ગંધના સંબંધને લીધે ખરાબ વાસવાળા જળબિંદુઓનો સમૂહ તે સ્વેદ છે. (૧૨) અનિષ્ટની પ્રાપ્તિ (અર્થાત્ કોઈ વસ્તુ અનિષ્ટ લાગવી) તે ખેદ છે. (૧૩) સર્વ જનતાના (-જનસમાજના ) કર્ણમાં અમૃત રેડતા સહજ ચતુર કવિત્વને લીધે, સહજ (સુંદર) શ૨ી૨ને લીધે, સહજ (ઉત્તમ ) કુળને લીધે, સહજ બળને લીધે તથા સહજ ઐશ્વર્યને લીધે આત્મામાં જે અહંકારની ઉત્પત્તિ તે મદ છે. (૧૪) મનોજ્ઞ (મનપસંદ) વસ્તુઓમાં ૫૨મ પ્રીતિ તે જ રતિ છે.
* શ્રમણના ચાર પ્રકાર આ પ્રમાણે છેઃ (૧) ઋષિ, (૨) મુનિ, (૩) યતિ અને (૪) અણગાર. ઋદ્ધિવાળા શ્રમણ તે ઋષિ છે; અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, અથવા કેવળજ્ઞાનવાળા શ્રમણ તે મુનિ છે; ઉપશમક અથવા ક્ષપક શ્રેણિમાં આરૂઢ શ્રમણ તે તિ છે; અને સામાન્ય સાધુ તે અણગાર છે. આ પ્રમાણે ચાર પ્રકારનો શ્રમણસંઘ છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com