________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૨]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
विपरीताभिनिवेशं परित्यज्यष् जैनकथिततत्त्वेषु। यो युनक्ति आत्मानं निजभावः स भवेद्योगः।। १३९ ।।
इह हि निखिलगुणधरगणधरदेवप्रभृतिजिनमुनिनाथकथिततत्त्वेषु विपरीताभिनिवेशविवर्जितात्मभाव एव निश्चयपरमयोग इत्युक्तः।
अपरसमयतीर्थनाथाभिहिते विपरीते पदार्थे ह्यभिनिवेशो दुराग्रह एव विपरीताभिनिवेशः। अमुं परित्यज्य जैनकथिततत्त्वानि निश्चयव्यवहारनयाभ्यां बोद्धव्यानि। सकलजिनस्य भगवतस्तीर्थाधिनाथस्य पादपद्मोपजीविनो जैनाः, परमार्थतो गणधरदेवादय इत्यर्थः। तैरभिहितानि निखिलजीवादितत्त्वानि तेषु यः परमजिनयोगीश्वरः स्वात्मानं युनक्ति, तस्य च निजभाव एव परमयोग इति।
અન્વયાર્થીનું વિપરીતામનિવેશ પરિત્યm] વિપરીત અભિનિવેશનો પરિત્યાગ કરીને [:] જે [ નૈનવથિતતત્ત્વ૬] જૈનકથિત તત્ત્વોમાં [માત્માનં] આત્માને [યુન]િ જોડે છે, [ નિનામાવ:] તેનો નિજ ભાવ [ : યોT: મવેત્] તે યોગ છે.
ટીકા-અહીં, સમસ્ત ગુણોના ધરનારા ગણધરદેવ વગેરે જિનમુનિનાથોએ કહેલાં તત્ત્વોમાં વિપરીત અભિનિવેશ રહિત આત્મભાવ તે જ નિશ્ચય-પરમયોગ છે એમ કહ્યું છે.
અન્ય સમયના તીર્થનાથે કહેલા (-જૈન દર્શન સિવાય અન્ય દર્શનના તીર્થપ્રવર્તક કહેલા) વિપરીત પદાર્થમાં અભિનિવેશ-દુરાગ્રહ તે જ વિપરીત અભિનિવેશ છે. તેનો પરિત્યાગ કરીને જૈનોએ કહેલાં તત્ત્વો નિશ્ચયવ્યવહારનયથી જાણવાયોગ્ય છે, સકલજિન એવા ભગવાન તીર્થાધિનાથનાં ચરણકમળના ઉપજીવકો તે જૈનો છે; પરમાર્થે ગણધરદેવ વગેરે એવો તેનો અર્થ છે. તેમણે (–ગણધરદેવ વગેરે જૈનોએ) કહેલાં જે સમસ્ત જીવાદિ તત્ત્વો તેમાં જે પરમ જિનયોગીશ્વર નિજ આત્માને જોડે છે, તેનો નિજભાવ જ પરમ યોગ છે.
[ હવે આ ૧૩૯ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
૧ દેહ સહિત હોવા છતાં તીર્થંકરદેવે રાગદ્વેષ અને અજ્ઞાનને સંપૂર્ણ રીતે જીત્યા છે તેથી તેઓ
સકલજિન છે.
૨ ઉપજીવક = સેવા કરનાર; સેવક; આશ્રિત; દાસ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com