________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમ-સમાધિ અધિકાર
यस्तु धर्म च शुक्लं च ध्यानं ध्यायति नित्यशः । तस्य सामायिकं स्थायि इति केवलिशासने ।। १३३ ।।
[ ૨૬૧
परमसमाध्यधिकारोपसंहारोपन्यासोऽयम्।
यस्तु सकलविमलकेवलज्ञानदर्शनलोलुपः परमजिनयोगीश्वरः स्वात्माश्रयनिश्चयधर्मध्यानेन निखिलविकल्पजालनिर्मुक्तनिश्चयशुक्लध्यानेन च अनवरतमखंडाद्वैतसहजचिद्विलासलक्षणमक्षयानन्दाम्भोधिमज्जंतं सकलबाह्यक्रियापराङ्मुखं शश्वदंतःक्रियाधि-करणं स्वात्मनिष्ठनिर्विकल्पपरमसमाधिसंपत्तिकारणाभ्यां ताभ्यां धर्मशुक्लध्यानाभ्यां सदाशिवात्मकमात्मानं ध्यायति हि तस्य खलु जिनेश्वरशासननिष्पन्नं नित्यं शुद्धं त्रिगुप्तिगुप्तपरमसमाधिलक्षणं शाश्वतं सामायिकव्रतं भवतीति।
અન્વયાર્થઃ[ ય: તુ] જે [ધર્મ ૬] ધર્મધ્યાન [શુવતં = ધ્યાનં] અને શુકલધ્યાનને [નિત્યશ: ] નિત્ય [ઘ્યાયતિ] ધ્યાવે છે, [ તસ્ય] તેને [સામાયિŌ] સામાયિક [ સ્થાયિ] સ્થાયી છે [કૃતિ જેવનિશાસને] એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
ટીકા:-આ, પરમ-સમાધિ અધિકારના ઉપસંહારનું કથન છે.
જે સકળ-વિમળ કેવળજ્ઞાનદર્શનનો લોલુપ ( સર્વથા નિર્મળ કેવળજ્ઞાન અને કેવળદર્શનની તીવ્ર અભિલાષાવાળો-ભાવનાવાળો) ૫૨મ જિનયોગીશ્વર સ્વાત્માશ્રિત નિશ્ચયધર્મધ્યાન વડે અને સમસ્ત વિકલ્પજાળ રહિત નિશ્ચય-શુકલધ્યાન વર્ડ-સ્વાત્મનિષ્ઠ (નિજ આત્મામાં લીન એવી ) નિર્વિકલ્પ ૫૨મ સમાધિરૂપ સંપત્તિના કારણભૂત એવાં તે ધર્મ-શુકલ ધ્યાનો વડે, અખંડ-અદ્વૈત-સહજ-ચિદ્વિલાસલક્ષણ ( અર્થાત્ અખંડ અદ્વૈત સ્વાભાવિક ચૈતન્યવિલાસ જેનું લક્ષણ છે એવા), અક્ષય આનંદસાગરમાં મગ્ન થતા ( ડૂબતા ), સકળ બાહ્યક્રિયાથી પરાભુખ, શાશ્વતપણે ( સદા ) અંતઃક્રિયાના અધિકરણભૂત, સદાશિવસ્વરૂપ આત્માને નિરંતર ધ્યાવે છે, તેને ખરેખર જિનેશ્વરના શાસનથી નિષ્પન્ન થયેલું, નિત્યશુદ્ધ, ત્રિગુતિ વડે ગુપ્ત એવી ૫૨મ સમાધિ જેનું લક્ષણ છે એવું, શાશ્વત સામાયિકવ્રત છે.
[હવે આ પ૨મ-સમાધિ અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છેઃ ]
Please inform us of any errors on rajesh@Atma Dharma.com