________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
कर्तुमत्यासन्नभव्यजीवः समर्थो यस्मात्, तत एव पापाटवीपावक इत्युक्तम्। अतः पंचमहाव्रतपंचसमितित्रिगुप्तिप्रत्याख्यानप्रायश्चित्तालोचनादिकं सर्वं ध्यानमेवेति।
(મંતાક્રાંતા) यः शुद्धात्मन्यविचलमनाः शुद्धमात्मानमेकं नित्यज्योतिःप्रतिहततमःपुंजमाद्यन्तशून्यम्। ध्यात्वाजलं परमकलया सार्धमानन्दमूर्ति जीवन्मुक्तो भवति तरसा सोऽयमाचारराशिः।। १९० ।।
જીવને પાપાટવીપાવક (-પાપરૂપી અટવીને બાળનારો અગ્નિ) કહ્યો છે; આમ હોવાથી પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુતિ, પ્રત્યાખ્યાન, પ્રાયશ્ચિત્ત, આલોચના વગેરે બધું ધ્યાન જ છે (અર્થાત પરમપરિણામિક ભાવની ભાવનારૂપ જે ધ્યાન તે જ મહાવ્રત-પ્રાયશ્ચિતાદિ બધુય છે).
[ હવે આ ૧૧૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે:].
[ શ્લોકાર્થ-] જેણે નિત્ય જ્યોતિ વડે તિમિરપુંજનો નાશ કર્યો છે, જે આદિ-અંત રહિત છે. જે પરમ કળા સહિત છે અને જે આનંદમર્તિ છે–એવા એક શદ્ધ આત્માને જે જીવ શુદ્ધ આત્મામાં અવિચળ મનવાળો થઈને નિરંતર ધ્યાવે છે, તે આ આચારરાશિ જીવ શીધ્ર જીવન્મુક્ત થાય છે. ૧૯૦.
બેસી ગયેલ હોય એવા જળ સમાન ઔપથમિક સમ્યકત્વાદિનું), ક્ષાયોપથમિકભાવોનું (અપૂર્ણ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ પર્યાયોનું) તેમ જ ક્ષાયિકભાવોનું (ક્ષાયિક સમ્યકત્વાદિ સર્વથા શુદ્ધ પર્યાયોનું) પણ આલંબન છોડવું; માત્ર પરમપારિણામિકભાવનું-શુદ્ધાત્મદ્રવ્યસામાન્યનું-આલંબન લેવું. તેને આલંબનારો ભાવ જ મહાવ્રત, સમિતિ, ગુતિ, પ્રતિક્રમણ, આલોચના, પ્રત્યાખ્યાન, પ્રાયશ્ચિત્ત વગેરે બધુંય છે. (આત્મસ્વરૂપનું આલંબન, આત્મસ્વરૂપનો આશ્રય, આત્મસ્વરૂપ પ્રત્યે સંમુખતા, આત્મસ્વરૂપ પ્રત્યે વલણ, આત્મસ્વરૂપ પ્રત્યે ઝોક, આત્મસ્વરૂપનું ધ્યાન, પરમપરિણામિકભાવની ભાવના, ‘હું ધ્રુવ શુદ્ધ
આત્મદ્રવ્યસામાન્ય છું' એવી પરિણતિ- એ બધાંનો એક અર્થ છે. ) ૧. મન = ભાવ ૨. આચારરાશિ = ચારિત્રપુંજ; ચારિત્રસમૂહુરૂપ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com