SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર [ ૧૭૯ निश्चयनयप्रत्याख्यानस्वरूपाख्यानमेतत्। अत्र व्यवहारनयादेशात् मुनयो भुक्त्वा दैनं दैनं पुनर्योग्यकालपर्यन्तं प्रत्यादिष्टान्नपानखाद्यलेह्यरुचयः, एतद् व्यवहारप्रत्याख्यानस्वरूपम्। निश्चयनयतः प्रशस्ताप्रशस्तसमस्तवचनरचनाप्रपंचपरिहारेण शुद्धज्ञानभावनासेवाप्रसादादभिनवशुभाशुभद्रव्यभावकर्मणां संवर: प्रत्याख्यानम्। यः सदान्तर्मुखपरिणत्या परमकलाधारमत्यपूर्वमात्मानं ध्यायति तस्य नित्यं प्रत्याख्यानं भवतीति। तथा चोक्तं समयसारे 'सव्वे भावे जम्हा पच्चक्खाई परे त्ति णादूणं। तम्हा पच्चक्खाणं णाणं णियमा मुणेयव्यं ।।'' જે [માત્માનં] આત્માને [ ધ્યાતિ] ધ્યાવે છે, [તચ] તેને [પ્રત્યારથાન] પ્રત્યાખ્યાન [ આવે] છે. ટીકા-આ, નિશ્ચયનયના પ્રત્યાખ્યાનના સ્વરૂપનું કથન છે. અહીં એમ કહ્યું છે કે-વ્યવહારનયના કથનથી, મુનિઓ દિને દિને ભોજન કરીને પછી યોગ્ય કાળ પર્યત અન્ન, પાન ખાધ અને લેહ્યની રુચિ છોડ છે; આ વ્યવહાર-પ્રત્યાખ્યાનનું સ્વરૂપ છે. નિશ્ચયનયથી, પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત વચનરચનાના *પ્રપંચના પરિહાર વડે શુદ્ધજ્ઞાનભાવનાની સેવાના પ્રસાદ દ્વારા જે નવાં શુભાશુભ દ્રવ્યકર્મોનો તેમ જ ભાવકર્મોનો સંવર થવો તે પ્રત્યાખ્યાન છે. જે સદા અંતર્મુખ પરિણમનથી પરમ કળાના આધારરૂપ અતિ-અપૂર્વ આત્માને ધ્યાવે છે, તેને નિત્ય પ્રત્યાખ્યાન છે. એવી રીતે (શ્રીમદભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી સમયસારમાં (૩૪ મી ગાથા દ્વારા) કહ્યું છે કે “[ ગાથાર્થ:-] “પોતાના સિવાય સર્વ પદાર્થો પર છે” એમ જાણીને પ્રત્યાખ્યાન કરે છે–ત્યાગે છે, તેથી પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે (અર્થાત પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે) એમ નિયમથી જાણવું.'' * પ્રપંચ = વિસ્તાર. (અનેક પ્રકારની સમસ્ત વચનરચનાને છોડીને શુદ્ધ જ્ઞાનને ભાવવાથી તે ભાવનાના સેવનની કૃપાથી-ભાવકર્મોનો અને દ્રવ્યકર્મોનો સંવર થાય છે.) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy