________________
૯૨ ]
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
નિયમસાર
(વ્રુતવિસંવિત ) समयसारमनाकुलमच्युतं जननमृत्युरुजादिविवर्जितम् । सहजनिर्मलशर्मसुधामयं समरसेन सदा परिपूजये ।। ६६ ।।
[ભગવાનશ્રીકુંદકુંદ
(ચંદ્રવા)
इत्थं निजज्ञेन निजात्मतत्त्वमुक्तं पुरा सूत्रकृता विशुद्धम् । बुवा च यन्मुक्तिमुपैति भव्यस्तद्भावयाम्युतमशर्मणेऽहम्।। ६७ ।।
(वसंततिलका
आद्यन्तमुक्तमनधं परमात्मतत्त्वं निर्द्वन्द्वमक्षयविशालवरप्रबोधम्। तद्भावनापरिणतो भुवि भव्यलोक:
सिद्धिं प्रयाति भवसंभवदुःखदूराम्।। ६८ ।।
થયેલા હૈ તિ! તું ભવહેતુનો વિનાશ કરનારા એવા આ (ધ્રુવ) પદને ભજ; અધ્રુવ વસ્તુની ચિંતાથી તારે શું પ્રયોજન છે? ૬૫.
[ શ્લોકાર્થ:- ] જે અનાકુળ છે, *અચ્યુત છે, જન્મ-મૃત્યુ-રોગાદિ રહિત છે, સહજ નિર્મળ સુખામૃતમય છે, તે સમયસારને હું સમરસ (સમતાભાવ ) વડે સદા પૂજું છું. ૬૬.
=
[ શ્લોકાર્થ:-] એ રીતે પૂર્વે નિજજ્ઞ સૂત્રકારે આત્મજ્ઞાની સૂત્રર્તા શ્રીમદભગવકુંદકુંદાચાર્યદેવે ) જે વિશુદ્ધ નિજાત્મતત્ત્વનું વર્ણન કર્યું અને જેને જાણીને ભવ્ય જીવ મુક્તિને પામે છે, તે નિજાત્મતત્ત્વને ઉત્તમ સુખની પ્રાપ્તિ અર્થે હું ભાવું છું. ૬૭.
[ શ્લોકાર્થ:- ] પરમાત્મતત્ત્વ આદિ-અંત વિનાનું છે, દોષ રહિત છે, નિર્દ્ર છે અને અક્ષય વિશાળ ઉત્તમ જ્ઞાનસ્વરૂપ છે. જગતમાં જે ભવ્ય જનો તેની ભાવનારૂપે પરિણમે છે, તેઓ ભવાનિત દુઃખોથી દૂર એવી સિદ્ધિને પામે છે. ૬૮.
* અચ્યુત
અસ્ખલિત; નિજ સ્વરૂપથી નહિ ખસેલું.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com