________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪
સમયસાર નાટક એ છે કે, જીવને ખરેખર કર્મકાલિમ લાગતી નથી. કપડાના મેલની જેમ તે શરીર આદિથી બંધાયો છે, ભેદવિજ્ઞાનરૂપ સાબુ અને સમતારસરૂપ જળ દ્વારા તે સ્વચ્છ થઈ શકે છે. તાત્પર્ય એ છે કે જીવને દેહથી ભિન્ન શુદ્ધ-બુદ્ધ જાણનાર નિશ્ચયનય છે અને શરીરથી તન્મય, રાગ-દ્વેષ-મોહથી મલિન, કર્મને આધીન કહેવાવાળો વ્યવહારનય છે. ત્યાં પ્રથમ અવસ્થામાં આ નયજ્ઞાન દ્વારા જીવની શુદ્ધ અને અશુદ્ધ પરિણતિને સમજીને પોતાના શુદ્ધ સ્વરૂપમાં લીન થવું એનું જ નામ અનુભવ છે. અનુભવ પ્રાપ્ત થયા પછી નયોનો વિકલ્પ પણ રહેતો નથી તેથી કહેવું પડશે કે નય પ્રથમ અવસ્થામાં સાધક છે અને આત્માનું સ્વરૂપ સમજયા પછી નયનું કામ નથી.
ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. જીવના ગુણ ચૈતન્ય, જ્ઞાન, દર્શન આદિ છે. દ્રવ્યની હાલતને પર્યાય કહે છે. જીવની પર્યાયો નર, નારક, દેવ, પશુ આદિ છે. ગુણ અને પર્યાયો વિના દ્રવ્ય હોતું નથી અને દ્રવ્ય વિના ગુણ પર્યાય હોતા નથી, તેથી દ્રવ્ય અને ગુણ-પર્યાયોમાં અતિરિક્ત ભાવ છે. જ્યારે પર્યાયને ગૌણ અને દ્રવ્યને મુખ્ય કરીને કથન કરવામાં આવે છે ત્યારે નય દ્રવ્યાર્થિક કહેવાય છે અને જ્યારે પર્યાયને મુખ્ય તથા દ્રવ્યને ગોણ કરીને કથન કરવામાં આવે છે ત્યારે નય પર્યાયાર્થિક કહેવાય છે. દ્રવ્ય સામાન્ય હોય છે અને પર્યાય વિશેષ હોય છે, તેથી દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના વિષયમાં સામાન્ય-વિશેષનું અંતર રહે છે. જીવનું
સ્વરૂપ નિશ્ચયનયથી આવું છે, વ્યવહારનયથી આવું છે, દ્રવ્યાર્થિકનયથી આવું છે, પર્યાયાર્થિકનયથી આવું છે, અથવા નયોના ભેદો શુદ્ધ નિશ્ચયનય, અશુદ્ધ નિશ્ચયનય, સદ્દભૂત વ્યવહારનય, અસભૂત વ્યવહારનય, ઉપચરિત વ્યવહારનય ઇત્યાદિ વિકલ્પ ચિત્તમાં અનેક તરંગો ઉત્પન્ન કરે છે, એનાથી ચિત્તને વિશ્રામ નથી મળી શકતો, તેથી કહેવું જોઈએ કે નયના કલ્લોલ અનુભવમાં બાધક છે પરંતુ પદાર્થનું યથાર્થ
સ્વરૂપ જાણવા અને સ્વભાવ-વિભાવને ઓળખવામાં સહાયક અવશ્ય છે. તેથી નય, નિક્ષેપ અને પ્રમાણથી અથવા જેમ બને તેમ આત્મસ્વરૂપની ઓળખાણ કરીને સદેવ તેના વિચાર તથા ચિંતવનમાં લાગ્યા રહેવું જોઈએ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com