________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જીવદ્વા૨
પ૩
શબ્દાર્થ:- પાતુર(પાત્રા) નટી, નાચનારી. અખારે-નાટયશાળામાં. નિશિ=રાત્રિ. પટ=વસ્ત્ર, પડદો. ગ્રંથિ=ગાંઠ. નિસરિકૅ=નીકળીને.
અર્થ:- જેમ નટી રાત્રે વસ્ત્રાભૂષણોથી સજ્જ થઈને નાટયશાળામાં પડદાની પાછળ આવીને ઊભી રહે છે તો કોઈને દેખાતી નથી, પરંતુ જ્યારે બન્ને તરફના દીવા ઠીક કરીને પડદો ખસેડી લેવામાં આવે છે તો સભાના બધા માણસોને સ્પષ્ટપણે દેખાય છે, તેવી જ રીતે જ્ઞાનનો સમુદ્ર આત્મા જે મિથ્યાત્વના પડદામાં ઢંકાઈ રહ્યો હતો તે પ્રગટ થયો જે ત્રણલોકનો જ્ઞાયક થશે. શ્રીગુરુ કહે છે કે હું જગતના જીવો! આવો ઉપદેશ સાંભળીને તમારે જગતની જાળમાંથી નીકળીને પોતાની શુદ્ધતાની સંભાળ કરવી. ૩૫.
એ પ્રમાણે રંગભૂમિકા પૂર્ણ થઈ. ૧.
પ્રથમ અધિકારનો સાર આત્મપદાર્થ શુદ્ધ, બુદ્ધ, નિર્વિકલ્પ, દેહાતીત, ચિચ્ચમત્કાર, વિજ્ઞાનઘન, આનંદકંદ, પરમદેવ સિદ્ધસમાન છે. જેવો તે અનાદિ છે તેવો અનંત પણ છે અર્થાત ન તે ઉત્પન્ન થયો છે અને ન કદી નષ્ટ પણ થશે. જોકે તે પોતાના સ્વરૂપથી સ્વચ્છ છે પરંતુ સંસારી દશામાં જ્યારથી તે છે ત્યારથી અર્થાત્ અનાદિકાળથી શરીરથી સંબદ્ધ છે અને કર્મકાલિમાથી મલિન છે. જેમ સોનું ખાણની અંદર કાદવ સહિત રહે છે પણ ભઠ્ઠીમાં તપાવવાથી શુદ્ધ સોનું જુદું થઈ જાય છે અને કાલિમા જુદી થઈ જાય છે તેવી જ રીતે સમ્યકતપ-મુખ્યપણે શુકલધ્યાનની અગ્નિ દ્વારા જીવાત્મા શુદ્ધ થઈ જાય છે અને કર્મકાલિમા જાદી થઈ જાય છે. જેવી રીતે ઝવેરી કાદવવાળા સોનાને ઓળખીને સોનાની કિંમત દે–લે છે તેવી જ રીતે જ્ઞાનીઓ અનિત્ય અને મળથી ભરેલા શરીરમાં પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદમય પરમાત્માનો અનુભવ કરે
છે.
જ્યારે કપડા ઉપર મેલ જામી જાય છે ત્યારે મલિન કહેવાય છે, લોકો તેનાથી ગ્લાનિ કરે છે અને નિરુપયોગી બતાવે છે, પરંતુ વિવેક દષ્ટિથી વિચારવામાં આવે તો કપડું પોતાના સ્વરૂપથી સ્વચ્છ છે, સાબુ-પાણીનું નિમિત્ત જોઈએ. બસ! મેલસહિત વસ્ત્રની જેમ કર્દમસહિત આત્માને મલિન કહેવો એ વ્યવહારનયનો વિષય છે અને મેલથી જુદા સ્વચ્છ વસ્ત્રની જેમ આત્માને કર્મકાલિમાથી જુદો જ ગણવો તે નિશ્ચયનયનો વિષય છે. અભિપ્રાય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com