________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬
સમયસાર નાટક
અર્થ - જેમને બાળ, તરુણ અને વૃદ્ધપણું* નથી, જેમને જીવનભર અત્યંત સુંદર રૂપ અને અતુલ બળ રહે છે, જેમના શરીરમાં સ્વતઃ સ્વભાવથી જ અનેક ગુણો અને અતિશયો* બિરાજે છે તથા શરીર અત્યંત ઉજ્જવળ છે, જેમનું મન અને આસન પવનની લહેરોથી રહિત સમુદ્ર સમાન સ્થિર છે, તે તીર્થકર ભગવાન સંસારમાં જયવંત હો, જેમની શુભભક્તિ ઘણા મોટા પુણ્યના ઉદયે પ્રાપ્ત થાય છે. ૨૬.
જિનરાજનું યથાર્થ સ્વરૂપ (દોહરા) जिनपद नांहि शरीरकौ, जिनपद चेतनमाँहि।
जिनवर्नन कछु और है, यह जिनवर्नन नांहि।। २७।। શબ્દાર્થ- ઔર બીજાં. જિનજિતે તે જિન અર્થાત જેમણે કામ-ક્રોધાદિ શત્રુઓને જીત્યા છે.
અર્થ:- આ(ઉપર કહેલું) જિન-વર્ણન નથી, જિન-વર્ણન એનાથી ભિન્ન છે; કારણ કે જિનપદ શરીરમાં નથી, ચેતનાર ચેતનમાં છે. ૨૭.
પુદ્ગલ અને ચૈતન્યના ભિન્ન સ્વભાવ ઉપર દષ્ટાંત ( સવૈયા એકત્રીસા) ऊंचे ऊंचे गढ़के कंगूरे यौं विराजत हैं,
मानौं नभलोक गीलिवेकौं दांत दीयौ है। सोहै चहूँओर उपवनकी सघनताई,
घेरा करि मानौ भूमिलोक घेरि लीयौ है।। गहिरी गंभीर खाई ताकी उपमा बनाई,
नीचौ करि आनन पताल जल पीयौ है।
* ૧. બાળકની પેઠે અજ્ઞાનપણું, યુવાનની પેઠે મદાર્ધીપણું અને વૃદ્ધની પેઠે દેહનું જીર્ણપણું હોતું નથી. * ચોત્રીસ અતિશય. ૪ પરસેવો, નાક, કાન, આદિ મળરહિત છે.
प्राकारकवलितांबरमुपवनराजीनिगीर्णभूमितलं।।
पिबतीव हि नगरमिदं परिखावलयेन पातालं।। २५ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com