________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર નાટક
સમ્યગ્દર્શનનું સ્વરૂપ( સવૈયા એકત્રીસા) शुद्धनय निहचै अकेलौ आपु चिदानंद,
अपनँही गुन परजायकौं गहतु है। पूरन विग्यानघन सो है विवहारमाहिं,
नव तत्त्वरुपी पंच दर्वमैं रहतु है।। पंच दर्व नव तत्त्व न्यारे जीव न्यारो लखै ,
सम्यकदरस यहै और न गहतु है। सम्यकदरस जोई आतम सरूप सोई,
मेरे घट प्रगटो बनारसी कहतु है।। શબ્દાર્થ - *લર્ધ=શ્રદ્ધા કરે. ઘટ=હૃદય. ગહતુ હૈ=ધારણ કરે છે.
અર્થ:- શુદ્ધ નિશ્ચયનયથી ચિદાનંદ એકલો જ છે અને પોતાના ગુણપર્યાયોમાં પરિણમન કરે છે. તે પૂર્ણજ્ઞાનનો પિંડ * પાંચ દ્રવ્ય, નવ તત્ત્વમાં રહ્યો છે એમ વ્યવહારથી કહેવાય છે. પાંચ દ્રવ્ય અને નવ તત્ત્વોથી ચેતયિતા ચેતન નિરાળો છે, એવું શ્રદ્ધાન કરવું અને એના સિવાય બીજી રીતે શ્રદ્ધાન ન કરવું તે સમ્યગ્દર્શન છે; અને સમ્યગ્દર્શન જ આત્માનું સ્વરૂપ છે. પં. બનારસીદાસજી કહે છે કે તે સમ્યગ્દર્શન અર્થાત્ આત્માનું સ્વરૂપ મારા હૃદયમાં પ્રગટ થાવ. ૭.
* લખન, દર્શન, અવલોકન આદિ શબ્દોનો અર્થ જૈનાગમમાં કયાંય તો “જોવું” થાય છે જે
દર્શનાવરણી કર્મના ક્ષયોપશમની અપેક્ષા રાખે છે. અને કયાંક આ શબ્દોનો અર્થ “શ્રદ્ધાન કરવું.” લેવામાં આવે છે જે દર્શનમોહના અનુદયની અપેક્ષાએ છે , અહીં દર્શનમોહના અનુદયનું જ
પ્રયોજન છે. * જૈનાગમમાં છ દ્રવ્ય કહ્યાં છે; પણ અહીં કાળ દ્રવ્યને ગૌણ કરીને પંચાસ્તિકાયને જ દ્રવ્ય કહેલ છે. एकत्वे नियतस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मनः
पूर्णज्ञानघनस्य दर्शनमिह द्रव्यान्तरेभ्यः पृथक् । सम्यग्दर्शनमेतदेव नियमादात्मा च तावानयम्
तन्मुक्त्वा नवतत्त्वसन्ततिमिमामात्मायमेकोऽस्तु नः।।६।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com