________________
૨૨
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
સમયસાર નાટક
અર્થ:- પ્રજ્ઞા, ધિષણા, સેમુખી, ધી, મેધા, મતિ, બુદ્ધિ, સુરતી, મનીષા ચેતના, આશય, અંશ અને વિશુદ્ધિ-એ બુદ્ધિનાં નામ છે. ૪૩.
વિચક્ષણ પુરુષનાં નામ (દોહરા )
निपुन विचच्छन विबुध बुध, विद्याधर विद्वान।
पटु प्रवीन पंडित चतुर, सुधी सुजन मतिमान ।। ४४ ।। कलावंत कोविद कुसल, सुमन दच्छ धीमंत । ज्ञाता सज्जन ब्रह्मविद, तज्ञ गुनीजन संत ।। ४५ ।।
અર્થ:- નિપુણ, વિચક્ષણ, વિબુધ, બુદ્ધ, વિદ્યાધર, વિદ્વાન, પરુ, પ્રવીણ, પંડિત, ચતુર, સુધી, સુજન, મતિમાન. ૪૪.
કળાવંત, કોવિદ, કુશળ, સુમન, દક્ષ, ધીમંત, જ્ઞાતા, સજ્જન, બ્રહ્મવિત, તજ્ઞ, ગુણીજન, સંત-એ વિદ્વાન પુરુષનાં નામ છે. ૪૫.
મુનીશ્વરનાં નામ (દોહરા )
मुनि महंत तापस तपी, भिच्छुक चारितधाम । जती तपोधन संयमी, व्रती साधु ऋषि नाम ।। ४६ ।।
અર્થ:- મુની, મહંત, તાપસ, તપી, ભિક્ષુક, ચારિત્રધામ, યતી, તપોધન, સંયમી, વ્રતી, સાધુ અને ઋષિ-એ મુનિનાં નામ છે. ૪૬.
દર્શનનાં નામ (દોહરા )
दरस विलोकन देखनौं, अवलोकनि हगचाल ।
लखन दृष्टि निरखनि जुवनि, चितवनि चाहनि भाल ।। ४७ ।।
અર્થ:- દર્શન, વિલોકન, દેખવું, અવલોકન, દગચાલ, લખન, દષ્ટિ, નિરીક્ષણ, જોવું, ચિતવન, ચાહન, ભાળવું –એ દર્શનનાં નામ છે. ૪૭.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com