________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૬
સમયસાર નાટક
પ્રતિમાનું સ્વરૂપ (દોહરા) संजम अंस जग्यौ जहां, भोग अरुचि परिनाम।
उदै प्रतिग्याकौ भयौ, प्रतिमा ताकौ नाम।।५८ ।। અર્થ:- ચારિત્ર ગુણનું પ્રગટ થવું, પરિણામોને ભોગોથી વિરક્ત થવું અને પ્રતિજ્ઞાનો ઉદય થવો એને પ્રતિમા કહે છે. પ૮.
દર્શન પ્રતિમાનું સ્વરૂપ (દોહરો) आठ मूलगुण संग्रहै कुविसन क्रिया न कोइ।
दरसन गुन निरमल करै, दरसन प्रतिमा सोइ।। ५९ ।। અર્થ:- દર્શન ગુણની નિર્મળતા, આઠ મૂળગુણોનું ગ્રહણ અને સાત કુવ્યસનોનો ત્યાગ અને દર્શન પ્રતિમા કહે છે. ૫૯.
વ્રત પ્રતિમાનું સ્વરૂપ (દોહરા) पंच अनुव्रत आदरै, तीनौं गुनव्रत पाल।
सिच्छाव्रत चारौं धरै, यह व्रत प्रतिमा चाल।।६०।। અર્થ:- પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત ધારણ કરવાને વ્રત પ્રતિમા કહે છે.
વિશેષ:- અહીં પાંચ અણુવ્રતનું નિરતિચાર પાલન હોય છે, પણ ગુણવ્રત અને શિક્ષાવ્રતોના અતિચાર સર્વથા ટળતા નથી. ૬O.
સામાયિક પ્રતિમાનું સ્વરૂપ (દોહરા) दर्व भाव विधि संजुगत, हियै प्रतिग्या टेक। तजि ममता समता ग्रहै, अंतरमुहूरत एक।।६१।।
૧. પંચ પરમેષ્ઠીમાં ભક્તિ, જીવદયા, પાણી ગાળીને કામમાં લેવું, મધ ત્યાગ, માંસ ત્યાગ, રાત્રિ
ભોજન ત્યાગ અને ઉદંબર ફળોનો ત્યાગ-એ આઠ મૂળ ગુણ છે, ક્યાંક ક્યાંક મધ, માંસ, મધ અને પાંચ પાપના ત્યાગને આઠ મૂલગુણ કહ્યા છે, કયાંક કયાંક પાંચ ઉદંબર ફળ અને મધ, માંસ, મધના ત્યાગન મૂળગુણ બતાવ્યા છે. ૨. “ સર્વ’ એવો પણ પાઠ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com