________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર
પ્રતિજ્ઞા (દોહરા )
अब पंचम गुनथानकी, रचना बरनौं अल्प।
जामैं एकादस दसा, प्रतिमा नाम विकल्प ।। ५६ ।।
અર્થ:- હવે પાંચમા ગુણસ્થાનનું થોડુંક વર્ણન કરીએ છીએ, જેમાં અગિયાર પ્રતિમાઓના ભેદ છે. ૫૬.
અગિયાર પ્રતિમાઓના નામ (સવૈયા એકત્રીસા) दर्सनविसुद्धकारी बारह विरतधारी,
सामाइकचारी पर्वप्रोषध विधि वहै । सचितकौ परहारी दिवा अपरस नारी,
आठौं जाम ब्रह्मचारी निरारंभी है रहै ॥ पाप परिग्रह छंडै पापकी न शिक्षा मंडै,
कोऊ याके निमित्त करै सो वस्तु न गहै। ऐते देसव्रतके धरैया समकिती जीव,
ग्यारह प्रतिमा तिन्है भगवंतजी कहै ।। ५७ ।।
૩૮૫
અર્થ:- (૧) સમ્યગ્દર્શનમાં વિશુદ્ધિ ઉત્પન્ન કરનાર દર્શન પ્રતિમા છે, (૨) બાર વ્રતોનું આચરણ વ્રત પ્રતિમા છે, (૩) સામાયિકની પ્રવૃત્તિ સામાયિક પ્રતિમા છે, (૪) પર્વમાં ઉપવાસ-વિધિ કરવી તે પ્રોષધ પ્રતિમા છે, (૫) સચિત્તનો ત્યાગ સચિત્તવિરતિ પ્રતિમા છે, (૬) દિવસે સ્ત્રીસ્પર્શનો ત્યાગ એ દિવા મૈથુનવ્રત પ્રતિમા છે, (૭) આઠે પહોર સ્ત્રીમાત્રનો ત્યાગ બ્રહ્મચર્ય પ્રતિમા છે, (૮) સર્વ આરંભનો ત્યાગ નિરારંભ પ્રતિમા છે, (૯) પાપના કારણભૂત પરિગ્રહનો ત્યાગ તે પરિગ્રહત્યાગ પ્રતિમા છે, (૧૦) પાપની શિક્ષાનો ત્યાગ તે અનુમતિત્યાગ પ્રતિમા છે, (૧૧) પોતાને માટે બનાવેલા ભોજનાદિનો ત્યાગ તે ઉદ્દેશવિરતિ પ્રતિમા છે. આ અગિયાર પ્રતિમા દેશવ્રતધારી સમ્યગ્દષ્ટિ જીવોની જિનરાજે કહી છે. ૫૭.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com