________________
૩૭૬
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
(૪) સમ્યગ્દર્શનના આઠ ગુણ (દોહરા )
करुना वच्छल सुजनता, आतम निंदा पाठ । समता भगति विरागता, धरमराग गुन आठ ।। ३० ।।
સમયસાર નાટક
અર્થ:- કરુણા, મૈત્રી, સજ્જનતા, સ્વ-લઘુતા, સમતા, શ્રદ્ધા, ઉદાસીનતા અને ધર્માનુરાગ-આ સમ્યક્ત્વના આઠ ગુણ છે. ૩૦.
(૫) સમ્યક્ત્વના પાંચ ભૂષણ (દોહરા)
चित प्रभावना भावजुत, हेय उपादै वानि ।
धीरज हरख प्रवीनता, भूषन पंच बखानि ।। ३१ ।।
અર્થ:- જૈનધર્મની પ્રભાવના કરવાનો અભિપ્રાય, હૈય-ઉપાદેયનો વિવેક, ધીરજ, સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો હર્ષ અને તત્ત્વ-વિચારમાં ચતુરાઈ; આ પાંચ સમ્યગ્દર્શનના ભૂષણ છે.૩૧.
(૬) સમ્યગ્દર્શન પચ્ચીસ દોષ વર્જિત હોય છે. (દોહરા )
अष्ट महामद अष्ट मल, षट आयतन विशेष । तीन मूढ़ता संजुगत, दोष पचीसौं एष ।। ३२ ।।
અર્થ:- આઠ મદ, આઠ મળ, છ અનાયતન અને ત્રણ મૂઢતા-આ બધા મળીને પચ્ચીસ દોષ છે. ૩૨.
આઠ મહામદના નામ (દોહરા )
जाति लाभ कुल रूप तप, बल विद्या अधिकार ।
इनको गरब जु कीजिये, यह मद अष्ट प्रकार ।। ३३ ।।
અર્થ:- જાતિ, ધન, કુળ, રૂપ, તપ, બળ, વિદ્યા અને અધિકાર;-એનો ગર્વ કરવો એ આઠ પ્રકારના મહામદ છે. ૩૩.
આઠ મળના નામ ( ચોપાઈ )
आसंका अस्थिरता वांछा ।
ममता द्रिष्टि दसा 'दुरगंछा ॥
Please inform us of any errors on rajesh@AtmaDharma.com