________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રકાશકીય નિવેદન શ્રી કુંદકુંદાચાર્યદવે સમયસારજી શાસ્ત્રની રચના કરીને જૈન સમાજ ઉપર મહાન ઉપકાર કર્યો છે, શ્રી અમૃતચંદ્રાચાર્યે આ શાસ્ત્રની આત્મખ્યાતિ નામની સંસ્કૃત ટીકા કરીને ગહન વિષયને પણ સરળ કર્યો છે તથા તેમણે આ શાસ્ત્રના કળશો સંસ્કૃત પધોમાં રચ્યા છે. વિદ્વદર્ય શ્રી પાંડે રાજમલજીએ કળશો ઉપર બાલબોધિની ટીકા કરી છે અને તેના ઉપરથી વિદ્વાન પં. કવિવર શ્રી બનારસીદાસજીએ આ સમયસાર નાટકની રચના કરી છે. આ ગ્રંથ અધ્યાત્મનું એક ઉજ્જવલ રત્ન છે અને પઠન-પાઠન માટે અત્યુપયોગી છે. પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ આ ગ્રંથ ઉપર પોતાની સચોટ અને સુબોધ શૈલીથી રોચક પ્રવચન કર્યા છે. તેથી આ સર્વ આત્માનુભવી મહાત્માઓનો જૈન જગત ઉપર પરમ ઉપકાર
Tળ
શ્રી બુદ્ધિલાલજી શ્રાવક દ્વારા સંપાદિત સમયસાર નાટકનો આધાર લઈને આ સંસ્થા તરફથી આ ગ્રંથ હિન્દીમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. તેનો ગુજરાતી અનુવાદ વઢવાણ નિવાસી સદ્ધર્મપ્રેમી બ્ર. ભાઈશ્રી વ્રજલાલ ગિરધરલાલ શાહે જિનવાણી પ્રત્યેની ભક્તિવશ, અત્યંત ઉલ્લાસપૂર્વક, તદ્દન નિ:સ્પૃહ ભાવે કરી આપ્યો છે. તે બદલ તેમનો અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com