________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સર્વવિશુદ્ધિ દ્વાર
૨૪૫ અર્થ - જેના સામર્થ્યમાં (તે) કર્મનો કર્તા છે અને કર્મનો ભોક્તા છે એમ કહેવું હાનિકારક છે, પંચેન્દ્રિય ભેદનું કથન જેમાં નથી, જે સર્વ દોષ રહિત છે, જે ના કર્મથી બંધાય છે ન છૂટે છે, જે જ્ઞાનનો પિંડ અને જ્ઞાનગોચર છે, જે લોકવ્યાપી છે, લોકથી પર છે, સંસારમાં પૂજનીય અર્થાત્ ઉપાદેય છે, જેની જાતિ શુદ્ધ છે, જેમાં ચૈતન્યરસ ભર્યો છે, એવો હંસ અર્થાત્ આત્મા પરમ પવિત્ર છે. ૨.
વળી (દોહરા) जो निहचै निरमल सदा, आदि मध्य अरु अंत।
सो चिद्रूप बनारसी, जगत मांहि जयवंत।।३।। શબ્દાર્થ:- નિર્ચ = નિશ્ચયનયથી. નિર્મલ = પવિત્ર. ચિદ્રુપ = ચૈતન્યરૂપ.
અર્થ:- જે નિશ્ચયનયથી આદિ, મધ્ય અને અંતમાં સદૈવ નિર્મળ છે, પં. બનારસીદાસજી કહે છે કે તે ચૈતન્યપિંડ આત્મા જગતમાં સદા જયવંત રહે. ૩.
વાસ્તવમાં જીવ કર્મનો કર્તા-ભોક્તા નથી (ચોપાઈ) जीव करम करता नहि ऐसैं।
રસ ભોગતા સુમાવ ન તૈસૈા मिथ्यामतिसौं करता होई।
હું માન મરતા સો ૪/ અર્થ - જીવ પદાર્થ વાસ્તવમાં કર્મનો કર્તા નથી અને ન કર્મરસનો ભોક્તા છે, મિથ્યામતિથી કર્મનો કર્તા-ભોક્તા થાય છે, અજ્ઞાન દૂર થતાં કર્મનો અકર્તાઅભોક્તા જ થાય છે. ૪.
૧. વ્યવહારનય જીવને કર્મનો કર્તા-ભોક્તા કહે છે, પરંતુ વાસ્તવમાં જીવ કર્મનો કર્તા-ભોક્તા નથી, પોતાના જ્ઞાન-દર્શન સ્વભાવનો કર્તા-ભોક્તા છે.
कर्तृत्वं न स्वभावोऽस्य चितो वेदयितृत्ववत्। अज्ञानादेव कर्तायं तदभावादकारकः।।२।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com