________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૩૬ ]
[ મોક્ષશાસ્ત્ર
પ્રશ્ન:- સર્વજ્ઞની સત્તાનો નિશ્ચય અમારાથી ન થયો તેથી શું થયું? એ દેવ તો સાચા છે માટે પૂજનાદિ કરવાં અફળ થોડાં જ જાય છે?
ઉત્તર:- કિંચિત્ મંદકષાયરૂપ પરિણતિ થશે તો પુણ્યબંધ થશે, પરંતુ જિનમતમાં તો દેવના દર્શનથી સમ્યગ્દર્શનરૂપ ફળ થવું કહ્યું છે તે તો નિયમથી સર્વજ્ઞની સત્તા જાણવાથી જ થશે, અન્ય પ્રકારે નહિ થાય. તેથી જેને સાચા જૈની થવું છે તેણે તો સદૈવ, સદ્ગુરુ અને સતશાસ્ત્રને આશ્રયે સર્વજ્ઞની સત્તાનો તત્ત્વનિર્ણય કરવો યોગ્ય છે; પણ જેઓ તત્ત્વનિર્ણય તો નથી કરતાં અને પૂજા, સ્તોત્ર, દર્શન, ત્યાગ, તપ, વૈરાગ્ય, સંયમ, સંતોષ આદિ બધાંય કાર્યો કરે છે તેનાં એ બધાય કાર્યો અસત્ય છે. માટે સત્ આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરાપર સદ્દગુરુઓનો ઉપદેશ અને સ્વાનુભવ દ્વારા તત્ત્વનિર્ણય કરવો યોગ્ય છે.
પ્રશ્ન:- મિથ્યાદષ્ટિ દેવ ચાર કારણોથી પ્રથમ ઔપમિક સમ્યકત્વ પ્રગટ કરે છે, એમ કહ્યું-તેમાં એક કારણ ‘જિનમહિમા' કહ્યું છે, પણ જિનબિંબદર્શન ન કહ્યું તેનું શું કારણ?
ઉત્ત૨:- જિનબિંબદર્શનનો જિનમહિમાદર્શનમાં સમાવેશ થઈ જાય છે કેમકે જિનબિંબ વિના જિનમહિમાની ઉત્પત્તિ થતી નથી.
પ્રશ્ન:- સ્વર્ગાવતરણ, જન્માભિષેક અને પરિનિષ્ક્રમણરૂપ જિનમહિમા જિનબિંબ વિના કરવામાં આવે છે તેથી જિનમહિમાદર્શનમાં જિનબિંબપણાનું અવિનાભાવીપણું ન આવ્યું ?
ઉત્ત૨:- સ્વર્ગાવતરણ, જન્માભિષેક અને પરિનિષ્ક્રમણરૂપ જિનમહિમામાં પણ ભાવી જિનબિંબનું દર્શન થાય છે. બીજી રીતે જોતાં એ મહિમામાં ઉત્પન્ન થતું પ્રથમ સમ્યકત્વ માટે જિનબિંબદર્શન નિમિત્ત નથી પણ જિનગુણશ્રવણ નિમિત્ત છે.
પ્રશ્ન:- દેવઋદ્ધિદર્શનમાં જાતિસ્મરણનો સમાવેશ કેમ ન થાય ?
ઉત્ત૨:- પોતાની અણિમાદિક ઋદ્ધિઓને દેખીને જ્યારે એવો વિચાર ઉત્પન્ન થાય છે કે-આ ઋદ્ધિઓ જિનભગવાને ઉપદેશેલા ધર્માનુષ્ઠાનથી ઉત્પન્ન થઈ છે, ત્યારે પ્રથમ સમ્યકત્વની પ્રાપ્તિ માટે જાતિસ્મરણનિમિત્ત થાય છે; પણ જ્યારે સૌધર્માદિક દેવોની મહાઋદ્ધિઓ દેખીને એવું જ્ઞાન ઉત્પન્ન થાય છે કે-સમ્યગ્દર્શન સહિતના સંયમના ફળથી-શુભભાવથી-તે ઉત્પન્ન થઈ છે અને હું સમ્યકત્વરહિતના દ્રવ્યસંયમના ફળથી વાહનાદિક નીચ દેવોમાં ઉત્પન્ન થયો છું ત્યારે પ્રથમ સમ્યકત્વનું ગ્રહણ દેવઋદ્ધિદર્શન નિમિત્તક થાય છે, આ રીતે જાતિસ્મરણ અને દેવઋદ્ધિદર્શન એ બે કારણોમાં ફેર છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com