________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
[ ૩૫
અ. ૧ સૂત્ર ૮]
શબ્દ વ્યાપક છે, તે બધા પદાર્થોની મર્યાદા બતાવે છે. ‘સ્થિતિ’ થોડા જ પદાર્થોનું જ્ઞાન કરાવે છે. ‘ કાળ ’ સર્વ પદાર્થોનું જ્ઞાન કરાવે છે. ‘કાળ ’ના બે પ્રકાર છે- (૧) નિશ્ચયકાળ, (૨) વ્યવહારકાળ. નિશ્ચયકાળ તે મુખ્યકાળ છે, અને પર્યાયવિશિષ્ટ પદાર્થોની હદ બતાવનારો અર્થાત્ કલાક, ઘડી, પળ આદિ વ્યવહારકાળ છે-એમ કાળ' શબ્દ બતાવે છે. ‘ સ્થિતિ ’નો અર્થ કાળની મર્યાદા છે અર્થાત્ ‘અમુક પદાર્થ અમુક જગ્યાએ આટલો કાળ રહે' તે વાતને ‘સ્થિતિ’ શબ્દ બતાવે છે; એટલે કાળ અને સ્થિતિ એ બેમાં તફાવત છે.
‘ ભાવ ’ શબ્દ નિક્ષેપના સૂત્રમાં છે છતાં અહીં શા માટે ?
નિક્ષેપના સૂત્ર (સૂત્ર-પ ) માં ‘ભાવ 'નો અર્થ એવો છે કે વર્તમાનમાં જે અવસ્થા મોજૂદ હોય તેને ભાવનિક્ષેપ જાણવો અને ભવિષ્યમાં જે અવસ્થા થવાની હોય તેને વર્તમાનમાં છે–એમ કહેવું દ્રવ્યનિક્ષેપ છે; અને અહીં(સૂત્ર-૮ માં) ‘ભાવ' શબ્દના ઉલ્લેખથી ઔપશમિક, ક્ષાયિક આદિ ભાવોનું ગ્રહણ છે. જેમકે ઔપમિક પણ સમ્યગ્દર્શન અને ક્ષાયિક આદિ પણ સમ્યગ્દર્શન કહેવાય છે; એમ બન્ને ઠેકાણે (સૂત્ર ૫ માં તથા સૂત્ર ૮ માં) ‘ભાવ’ શબ્દનું જુદું જુદું પ્રયોજન છે. વિસ્તાર બતાવવાનું કા૨ણ
કેટલાક શિષ્યો તો થોડું કહેવાથી વિશેષ તાત્પર્ય સમજી લે છે; અને કેટલાક શિષ્યો એવા હોય છે કે જ્યારે વિસ્તારથી કહેવામાં આવે ત્યારે તે સમજી શકે. પરમ કલ્યાણમય આચાર્યનો ઉદ્દેશ હરેકને તત્ત્વોનું સ્વરૂપ સમજાવવાનો છે. પ્રમાણ-નયથી જ સમસ્ત પદાર્થોનું જ્ઞાન થઇ શકે છે છતાં વિસ્તારકથનથી સમજી શકે તેવા જીવોને નિર્દેશ આદિ તથા સત્ સંખ્યાદિનું જ્ઞાન કરાવવા માટે જુદાં જુદાં સૂત્રો કહ્યાં છે; માટે એક સૂત્રમાં બીજાનો સમાવેશ થઇ જાય છે માટે વિસ્તાર વ્યર્થ છે' એવી શંકા વ્યાજબી નથી.
પ્રશ્નઃ- જિનબિંબ( જિનપ્રતિમા ) ના દર્શનથી સમ્યગ્દર્શનરૂપ ળ થવું શાસ્ત્રમાં કહ્યું છે તો દર્શન કરનાર બધાંને તે ફળ થવું જોઇએ, છતાં બધાંને એ ફળ કેમ થતું નથી ?
ઉત્ત૨:- સર્વજ્ઞની સત્તા (હોવાપણા ) નો જેણે નિર્ણય કર્યો હોય છે તેને જિનપ્રતિમાના દર્શનથી સમ્યગ્દર્શન ફળ થાય છે, બીજાને થતું નથી બીજાઓએ સર્વજ્ઞનો નિશ્ચય તો કર્યો નથી, પણ માત્ર કુળપદ્ધતિથી, સંપ્રદાયના આશ્રયથી અગર મિથ્યાધર્મબુદ્ધિથી દર્શન-પૂજનાદિરૂપ તેઓ પ્રવર્તે છે, કેટલાક મતપક્ષના હઠાગ્રહીપણાથી અન્યદેવને માનતા નથી, માત્ર જિનદેવાદિના સેવક બની રહ્યા છે. એ બધાને નિયમથી પોતાના આત્મકલ્યાણરૂપ કાર્યની સિદ્ધિ થતી નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com