________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧ સૂત્ર ૭].
[ ૩૧ (અંતરંગકારણ) તો પોતાના શુદ્ધાત્માના ત્રિકાળી જ્ઞાયકભાવ (પારિણામિકભાવ) નો આશ્રય છે; અને બાહ્ય કારણ જુદા જુદા પ્રકારના હોય છે. તિર્યંચ અને મનુષ્યગતિમાં ૧-જાતિસ્મરણ, ર-ધર્મશ્રવણ અગર ૩-જિનબિંબદર્શન-એ નિમિત્તો હોય છે; દેવગતિમાં બારમાં સ્વર્ગ પહેલાં ૧-જાતિસ્મરણ, ૨-ધર્મશ્રવણ, ૩-જિનકલ્યાણકદર્શન અગર ૪-દેવઋદ્ધિદર્શન હોય છે અને તેનાથી આગળ સોળમા સ્વર્ગ સુધી ૧-જાતિ સ્મરણ, ૨-ધર્મશ્રવણ અગર ૩-જિનકલ્યાણક દર્શન હોય છે. નવા રૈવેયકોમાં ૧-જાતિસ્મરણ અગર ર-ધર્મ-શ્રવણ હોય છે. નરકગતિમાં ત્રીજી નરક સુધી જાતિસ્મરણ, ધર્મ-શ્રવણ અગર દુઃખાનુભવ નિમિત્ત હોય છે અને ચોથાથી સાતમી નરક સુધી જાતિસ્મરણ અગર દુઃખાનુભવ નિમિત્ત હોય છે.
નોંધ:- ઉપર જે ધર્મશ્રવણ જણાવ્યું છે તે ધર્મશ્રવણ સમ્યજ્ઞાનીઓ પાસેથી કર્યું હોવું જોઈએ.
શંકા - સર્વે નારકી જીવો વિલંગજ્ઞાન દ્વારા એક, બે યા ત્રણાદિ ભવ જાણે છે તેથી બધાને જાતિસ્મરણ થાય છે માટે બધા નારકી જીવો સમ્યગ્દષ્ટિ થઈ જવા જોઈએ ને?
સમાધાન- સામાન્યરૂપે ભવસ્મરણ દ્વારા સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી, પણ પૂર્વભવમાં ધર્મબુદ્ધિથી કરેલાં અનુષ્ઠાનો ઊંધા (વિફળ) હતાં એવી પ્રતીતિ પ્રથમ સમ્યકત્વની ઉત્પત્તિનું કારણ થાય છે, એ લક્ષમાં રાખી ભવસ્મરણને સમ્યકત્વની ઉત્પત્તિનું કારણ કહ્યું છે. નારકી જીવોને પૂર્વભવનું સ્મરણ હોવા છતાં ઉપર કહેલા ઉપયોગનો ઘણાને અભાવ હોય છે. ઉપર કહેલા પ્રકારવાળું જાતિસ્મરણ પ્રથમ સમ્યકત્વની ઉત્પત્તિનું કારણ થાય છે.
શંકા- નારકી જીવોને ધર્મશ્રવણ કેવી રીતે સંભવે છે, ત્યાં તો ઋષિઓના (સાધુઓના) ગમનનો અભાવ છે?
સમાધાનઃ- પોતાના પૂર્વભવના સંબંધીઓને ધર્મ ઉત્પન્ન કરાવવામાં પ્રવૃત્ત અને તમામ બાધાઓ રહિત સમ્યગ્દષ્ટિ દેવોનું ત્યાં (ત્રીજી નરક સુધી) ગમન હોય છે.
શંકા:- જો વેદનાનો અનુભવ સમ્યકત્વની ઉત્પત્તિનું કારણ હોય તો બધા નારકીઓને વેદનાનો અનુભવ છે માટે બધાને સમ્યકત્વ થવું જોઈએ ને?
સમાધાન - વેદના સામાન્ય સમ્યકત્વની ઉત્પત્તિનું કારણ નથી; પણ જે જીવોને એવો ઉપયોગ હોય છે કે આ વેદના મિથ્યાત્વને કારણે ઉત્પત્તિ થઇ છે તે જીવોને વેદના સમ્યકત્વની ઉત્પત્તિનું કારણ થાય છે; બીજા જીવોને વેદના, સમ્યકત્વની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com